કમાણી / એર ઈન્ડિયાના વેચાણથી થનાર 7,000 કરોડ રૂપિયાની આવક પર સરકારની નજર

Divyabhaskar.com

Jan 09, 2019, 06:33 PM IST
Government eyes about Rs 7,000 crore from Air India sale
X
Government eyes about Rs 7,000 crore from Air India sale

  • એર ઈન્ડિયાએ 55,000 કરોડ રૂપિયાના દેવાની ચૂકવણી કરવાની બાકી છે
  • ગત વર્ષે મેમાં એર ઈન્ડિયાને વેચાવાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો 

 

નવી દિલ્હીઃ સરકારી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારને અગામી નાણાંકીય વર્ષમાં એર ઈન્ડિયાના વેચાણથી 7000 કરોડ રૂપિયાની આવક થશે. તેની પર સરકારની નજર છે. આ માટે સરકાર એર ઈન્ડિયાના સ્ટ્રેજિક ડીસઈન્વેસ્ટમેન્ટ માટે વર્ષ 2019-20ના સેકન્ડ હાલ્ફમાં કાર્યવાહી હાથ ધરશે. આ દરમિયાન સરકાર કેટલીક તેની સબસિડિયરીનું વેચાણ કરશે. ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયાને 55,000 કરોડ રૂપિયાનું દેવું છે. ગત વર્ષે નાણાં મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં બનેલી પેનલે 29,000 કરોડનું દેવું સ્પેશિયલ પરપસ વ્હીકલ(SPV)-એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ કંપનીમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી.

જૂનમાં સ્ટેક સેલ પેનલને વિસર્જિત કરવાનો નિર્ણય લેવાયો

1.ગત વર્ષે મેમાં એર ઈન્ડિયાને વેચાવાના ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા બાદ, જેટલીની અધ્યક્ષતામાં બનેલી પેનલે જૂનમાં સ્ટેક સેલ પેનલને વિસર્જિત કરવાનો નિર્ણય કર્યો હતો. પછીથી એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે એર ઈન્ડિયામાં દેવું ઓછું કરવા માટે બીજું થોડું ફન્ડ ઉમેરવામાં આવે. આ સિવાય કંપનીના રિસોર્સમાં તેની જમીન અને અન્ય સબસિડિયરીને વેચીને વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
2.સરકારે શરૂઆતમાં એર-ઈન્ડિયાના 76 ટકા ઈક્વિટી શેર કેપિટલને વેચીને તેના મેનેજમેન્ટનો કન્ટ્રોલ પ્રાઈવેટ કંપનીને આપવનું નક્કી કર્યું હતું. આ સિવાય ખરીદનારને એરલાઈનનું 24,000 કરોડનું દેવું અને 8,000 કરોડ રૂપિયાની લાઈએબિલિટી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે આ સ્ટેક(હિસ્સા)ના વેચાણની પ્રોસેસમાં કોઈ પણ બિડર્સે ભાગ લીધો ન હતો. આ પ્રોસેસ 31 ડિસેમ્બરે પુરી થઈ હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી