નિર્ણય / સરકારે વાર્ષિક જીએસટી રિટર્ન ભરવાની તારીખ 31 માર્ચ સુધી વધારી, 1.15 કરોડ વેપારીઓને રાહત

વેપારીઓ પ્રથમ વાર વાર્ષિક જીએસટીઆર ફાઈલ કરશે

Divyabhaskar.com | Updated - Dec 08, 2018, 01:59 PM
Government extends GST Annual return filing date to March 31

- અગાઉ 31 ડિસેમ્બર ડેડલાઈન હતી, વેપારીઓએ આગળ વધારવાની માંગ કરી હતી
- જીએસટી પોર્ટલ પર ફોર્મ અપલોડ નથી, ઝડપથી ઉપલબ્ધ કરાવવામાં આવશેઃ સરકાર


નવી દિલ્હીઃ સરકારે વાર્ષિક જીએસટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 3 મહીના વધારીને 31 માર્ચ કરી છે. અગાઉ તે 31 ડિસેમ્બર હતી. આ નિર્ણયથી 1.15 કરોડ કારોબારીઓને રાહત મળશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના જણાવ્યા પ્રમાણે જીએસટીઆર-9, જીએસટીઆર-9 એ અને જીએસટીઆર-9સી 31 માર્ચ સુધી ભરી શકાશે. જીએસટી પોર્ટલ પર ઝડપથી આ ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

- કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીઆઈટી)એ ગુરૂવારે નાણાં મંત્રી પાસે માંગ કરી હતી કે વાર્ષિક જીએસટી રિટર્ન ભરવા માટે ડેડલાઈન વધારવામાં આવે. તેમનું કહેવું હતું કે વાર્ષિક રિટર્નનું ફોર્મેટ કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ નથી. એવામાં વેપારીઓ માટે 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન દાખલ કરવું શકય બનશે નહિ.

વેપારીઓ પ્રથમ વાર વાર્ષિક જીએસટીઆર ફાઈલ કરશે

- દેશમાં જીએસટી 1 જુલાઈ 2017થી લાગુ થયો હતો. લગભગ દોઢ વર્ષ બાદ વેપારીઓ પ્રથમ વાર જીએસટી રિટર્ન ફાઈલ કરશે. એવામાં ટ્રેડર્સ એસોસિએશનનું કહેવું છે કે નવી સિસ્ટમ હોવાને કારણે વેપારીઓને મુશ્કેલી આવી શકે છે.

- કાયદા પ્રમાણે વાર્ષિક જીએસટી દાખલ કરવામાં મોડું થાય તો પ્રત્યેક દિવસે 200 રૂપિયા દંડ લાગે છે.

X
Government extends GST Annual return filing date to March 31
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App