RBI વિવાદ મામલે મોદી સરકારની સ્પષ્ટતા: RBIના રિઝર્વમાંથી નથી માંગ્યા રૂ.3.6 લાખ કરોડ

Government clarifies it never sought share in rbi reserve capital

Divyabhaskar.com

Nov 10, 2018, 10:13 AM IST

મુંબઈઃ રિઝર્વ બેન્ક અને મોદી સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદોની વચ્ચે કેન્દ્ર સરકારે એ બાબતની સ્પષ્ટતા કરી છે કે તેની નજર આરબીઆઈના રિઝર્વ ખજાના પર નથી. કેન્દ્ર સરકાર તરફથી ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ સેક્રેટરી એસ સી ગર્ગ જણાવ્યું છે કે સરકારે રિઝર્વ બેન્ક પાસેથી 3.6 લાખ કરોડ રૂપિયા લેવા માટે કોઈ ઓફર કરી નથી.

ગર્ગે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્કની કેપિટલ ફ્રેમવર્કને મજબૂત કરવાની વાતને સમર્થન આપ્યું છે. આ સિવાય તેમણે કેન્દ્ર સરકારની નાણાંકીય સ્થિતિને મજબૂત ગણાવતા કહ્યું હતું કે મિડિયામાં આરબીઆઈના રિઝર્વ ખજાનાને લઈને સરકારની નજરને લઈને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગર્ગે દાવો કર્યો છે કે નાણાંકીય વર્ષના અંત(માર્ચ 2019)માં કેન્દ્ર સરકાર તેની નાણાંકીય ખાધ 3.3 ટકા પર સિમિત રાખવામાં સફળ રહેશે.

મિડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે સરકાર 19 નવેમ્બરે થનાર આરબીઆઈ બોર્ડની બેઠકમાં રિઝર્વ બેન્ક ગવર્નરની ભૂમિકાને ઓછી કરી શકે છે. આ અંગેના સમાચારોના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કના ગવર્નરની વચ્ચેના વિવાદને કારણે કેન્દ્રીય રિઝર્વ બેન્કની પાસે હાલ 9.6 ટ્રિલિયન ( 9.6 લાખ કરોડ)ની રકમ છે.

આ અંગે એક અગ્રણી વર્તમાન પત્રએ દાવો કર્યો હતો કે સરકાર રિઝર્વ બેન્કની પાસે પડેલી રિઝર્વ મુદ્રાનો લગભગ એક તૃતીયાંશ ભાગ લેવા માંગે છે. કેન્દ્ર સરકાર આ અંગે એવો મત ધરાવે છે કે આટલી મોટી માત્રામાં રિઝર્વ મુદ્રા રાખવાની રિઝર્વ બેન્કની જૂની અને સંકુચિત ધારણા છે અને તેને બદલવાની જરૂરિયાત છે. કેન્દ્ર સરકાર રિઝર્વ બેન્ક પાસે એવી અપેક્ષા રાખી રહી છે કે રિઝર્વ બેન્ક તેની રિઝર્વ મુદ્રા 3.5 ટ્રિલિયન રૂપિયા સરકારને આપે. સરકાર આ રકમનો ઉપયોગ લોન અને અન્ય વિકાસના કાર્યોમાં કરવા માંગે છે. જેથી ઈકોનોમિ મજબૂત બને.

X
Government clarifies it never sought share in rbi reserve capital
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી