ભારતમાં લોનની સુવિધા પૂરી પાડવા ચાર બેન્કો સાથે હાથ મિલાવશે ગૂગલ

આ માટે ગૂગલ એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ફેડરલ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક સાથે હાથ મિલાવશે.

DainikBhaskar | Updated - Aug 29, 2018, 04:13 PM
ગૂગલના પેમેન્ટ સર્વિસના વાઇસ પ્રેસિડન્ટે જણાવ્યું કે તેમના મારફત ગૂગલ ટૂંક સમયમાં મોટા પાયે કરોડો ભારતીયો સુધી પહોંચવા માગે છે.
ગૂગલના પેમેન્ટ સર્વિસના વાઇસ પ્રેસિડન્ટે જણાવ્યું કે તેમના મારફત ગૂગલ ટૂંક સમયમાં મોટા પાયે કરોડો ભારતીયો સુધી પહોંચવા માગે છે.

નવી દિલ્હીઃ ઇન્ટરનેટ કંપની ગૂગલ ટૂંકસમયમાં ભારતના લોકોને મોટી લોનો આપવાની સુવિધા ઉપલબ્ધ બનાવશે. આ માટે કંપનીએ ચાર ભારતીય બેન્કો સાથે સમજૂતિ કરવાની વાત જણાવી છે. તેમાં એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ફેડરલ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં એક ઇવેન્ટમાં ગૂગલના પેમેન્ટ સર્વિસના વાઇસ પ્રેસિડન્ટે જણાવ્યું કે તેમના મારફત ગૂગલ ટૂંક સમયમાં મોટા પાયે કરોડો ભારતીયો સુધી પહોંચવા માગે છે.

ગૂગલનું આ પગલું પેટીએમ જેવી ઊભરતી ભારતીય કંપનીઓ માટે પડકારરૂપ બની શકે છે. પેટીએમમાં જાપાનની સોફ્ટબેન્ક, ચીનની અલીબાબા અને વોરેન બફેટની હેથવેએ રોકાણ કર્યું છે. પેટીએમ પોતાની પેમેન્ટ બેન્ક સર્વિસ મારફત દેશના દૂરના વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા પહોંચાડવાની કોશિશ કરી રહી છે. આવનારા સમયમાં પેટીએમમે ભારતમાં વીમા અને મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કરવાની યોજના પણ બનાવી છે. પરંતુ ગૂગલની લોન્સ ઉપલબ્ધ બનાવવાની યોજના તેના માટે પડકાર બની શકે છે.

દક્ષિણ એશિયાના 70 લાખ કરોડના માર્કેટ પર નજર

ગૂગલે ગયા વર્ષે પોતાની પેમેન્ટ એપ `તેજ'ને સરકારની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સેવા સાથે લોન્ચ કરી હતી. તેની મારફત ગૂગલે દક્ષિણ એશિયાની એક મોટી ડિજિટલ કોમ્યુનિટી પર અસર પાડવાનો પ્રયાસ કર્યો હતો. ભારતમાં તેજના આશરે 2.2 કરોડ માસિક યુઝર્સ છે. ઉલ્લેખનીય છે કે ગૂગલે હમણાં જ તેની પેમેન્ટ એપ `તેજ'નું નામ બદલીને ગૂગલ એપ રાખ્યું છે. ક્રેડિટ સ્યુઇશ નામની એક કંપની અનુસાર, 2023 સુધીમાં દક્ષિણ એશિયામાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ પાંચ ગણો વધીને 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. ગૂગલનું આ પગલું તેના માટે ખૂબ ફાયદાકારક નીવડી શકે છે.

X
ગૂગલના પેમેન્ટ સર્વિસના વાઇસ પ્રેસિડન્ટે જણાવ્યું કે તેમના મારફત ગૂગલ ટૂંક સમયમાં મોટા પાયે કરોડો ભારતીયો સુધી પહોંચવા માગે છે.ગૂગલના પેમેન્ટ સર્વિસના વાઇસ પ્રેસિડન્ટે જણાવ્યું કે તેમના મારફત ગૂગલ ટૂંક સમયમાં મોટા પાયે કરોડો ભારતીયો સુધી પહોંચવા માગે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App