ગૂગલે યોન ઉત્પીડનના મામલામાં પોલીસી બદલી, ડાયરેક્ટ કોર્ટમાં જઈ શકશે કર્મચારી

ગત સપ્તાહે 20 હજાર કર્મચારીઓએ ઓફિસમાંથી વોકઆઉટ કર્યું હતું

Divyabhaskar.com | Updated - Nov 09, 2018, 12:42 PM
Google changes misconduct policy

સનફ્રાન્સિસ્કો ગૂગલે યૌન ઉત્પીડનના મામલાઓમાં કાર્યવાહી કરવાની પોલિસીમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો પ્રમાણે આ પ્રકારના કેસોમાં કંપનીની મધ્યસ્થીને દૂર કરવામાં આવી છે. જોકે તે પીડિત ની ઈચ્છા પર નિર્ભર રહેશે. એટલે કે કર્મચારી ઈચ્છે તો તે સીધો જ કોર્ટ જઈ શકશે.

યૌન ઉત્પીડન મામલાઓનો રિપોર્ટ કર્મચારીઓને આપશે ગૂગલ

- ગૂગલના સીઈઓ સંુદર પિચાઈએ ગુરૂવારે કર્મચારીઓને ઈમેલ મોકલ્યો છે. તેમાં પિચાઈએ જણાવ્યું છે કે તેમને યૌન ઉત્પીડનના કેસોમાં કર્મચારીઓનો ફીડબેક મળ્યો છે. એવું નોંધવામાં આવ્યું છે કે તેઓને સંપૂર્ણ માહિતી મળી નથી. પિચાઈ કર્મચારીઓની માંફી માંગી છે.

- યોન ઉત્પીડનના મામલાઓ ઘટાડવા ગૂગલ હવે દરેક કર્મચારીઓને ટ્રેનિંગ આપશે. અત્યાર સુધીમાં એક વર્ષના અંતરે ટ્રેનિંગ આપવામાં આવતી હતી.

- દરેક કર્મચારીઓ અને અધિકારીઓએ વાર્ષિક ટ્રેનિંગ ભાગ લેવો આવશ્યક છે. જો આ ટ્રેનિંગ નહીં લેવામાં આવે તો તેમને ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે ગૂગલે એક સરખા કાર્ય માટે મહિલાઓ અને પુરુષોને એક સરખું વેતન આપવાની માંગ પુરી કરી નથી.

- ગત સપ્તાહે ગૂગલના લગભગ 20 હજાર કર્મચારીઓએ વિશ્વભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમાં વધુ સંખ્યા મહિલાઓની હતી. તેમની માંગણી હતી કે
યોન ઉત્પીડનના મામલામાં પારદર્શક નીતી બનાવવામાં આવે. મધ્યસ્થીની અનિવાર્યતા સમાપ્ત કરવામાં આવે.

ગૂગલના કર્મચારીઓએ 6 માંગો મૂકી હતી

- યોન ઉત્પીડન અને ભેદભાવના મામલાઓમાં કંપની દખલબાજી ખત્મ કરે.

- મહિલા-પુરુષોના વેતન અને તકોમાં સમાનતા હોવી જોઈએ.


- યોન શોષણના મામલાઓમાં પારદર્શકતા રાખવામાં આવે, સ્પષ્ટ નીતી તૈયાર કરવામાં આવે.


- પીડિતની સુરક્ષા અને ગોપનીયતાનું ધ્યાન રાખવામાં આવે.


- ચીફ ડાયવર્સિટી ઓફીસરની જવાબદારી નક્કી કરવામાં આવે.


- એવા બોર્ડની નિમણૂંક કરવામાં આવે જે બોર્ડ સમક્ષ કર્મચારીઓનો પક્ષ રાખે.

X
Google changes misconduct policy
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App