જીએસટી / એફોર્ડેબલ હાઉસ પર 3% અને અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પર 5% જીએસટી લાગું કરવા રજૂઆત થાય તેવી શકયતા

Divyabhaskar.com | Updated - Feb 08, 2019, 09:46 PM
GoM favours cutting GST to 5 pc on residential properties, 3 pc on affordable housing
X
GoM favours cutting GST to 5 pc on residential properties, 3 pc on affordable housing

  • ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ(GOM)અગામી બે દિવસમાં જીએસટી કાઉન્સિલને આ મુદ્દે રજૂઆત કરશે 
  • અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી અને રેડી-ટુ-મુવ ફલેટ્સ પર હાલ 12% જીએસટી લેવાય છે
  • હાલ ખરીદનારે વેચાણ વખતે કમ્પ્લીશન ધરાવનાર પ્રોપર્ટી પર જીએસટી ચૂકવવો પડતો નથી 

નવી દિલ્હીઃ અગામી દિવસોમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ(GOM) જીએસટી કાઉન્સિલને અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પર ગુડસ એન્ડ સર્વિસ ટેકસ(GST) 5% અને એફોર્ડેબલ હાઉસિંગ સેકટર પર જીએસટી 3% લેવા રજૂઆત કરે તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાઉસિંગની આ કેટેગરીમાં જીએસટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ વગર લાગું કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જીઓએમની ગુજરાતમાં થયેલી પ્રથમ બેઠકમાં હોમ બાયર્સના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી.ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતાવાળું જીઓએમ અગામી બે દિવસમાં જીએસટી કાઉન્સિલને તેની ભલામણો રજૂ કરે તેવી શકયતા છે.

જીઓએમની પ્રથમ બેઠક ગુજરાતમાં થઈ હતી

1.હાલ અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી અને રેડી-ટુ-મુવ ફલેટ્સ માટે જે પણ પેમેન્ટ લેવાય છે તેની પર 12% જીએસટી લેવાય છે. એટલે કે એવી તમામ પ્રોપર્ટીઓ કે જેને કમ્પ્લીશન  સર્ટિફિકેટ વેચાણના સમયે ઈસ્યુ થયું ન હોય તેની પર 12 ટકા જીએસટી હાલ વસુલવામાં આવે છે. જોકે જે પ્રોપર્ટીઓને બાયર્સ ખરીદે તે સમયે તેનું કમ્પ્લીશન સર્ટિફિકેટ હોય તો તેવી પ્રોપર્ટીઓ પર બાયર્સે જીએસટી આપવાનો થતો નથી. 
2.જીએસટી આવ્યો તો પહેલા અન્ડર કનસ્ટ્રકશન હાઉસિંગ પ્રોજેક્ટસ પર 4.5 ટકા સર્વિસ ટેકસ વસુલવામાં આવતો હતો. આ ઉપરાંત 1-5 ટકા જેટલો વેલ્યુ એડેડ ટેક્સ લેવામાં આવતો હતો. જોકે દરેક રાજયોમાં આ દરો જુદા હતો.
3.આ અંગે કન્ફેડરેશન ઓફ રીઅલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(CREDAI)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જક્ષય શાહે જણાવ્યું હતું કે હાલ જે એફોર્ડેબલ હાઉસિંગ પર 8% જીએસટી લેવામાં આવે છે, તેને ઘટાડીને 3 ટકા કરવા અંગે રજૂઆત કરવામાં આવે તેવી શકયતા છે. આ સિવાયના ઘરો પર પણ જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવા માટે રજૂઆત થાય તેવી શકયતા છે.
4.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જીએસટી ઘટાડીને સરકાર નાનામાં નાના વ્યક્તિને ઘર ખરીદવામાં ફાયદો કરાવવા માંગે છે. આ સિવાય જીએસટી ઘટવાને પગલે જે ગ્રાહકો 12 અને 8 ટકા જીએસટીને કારણે પોતાની પસંદગીના ઘરો અત્યાર સુધી ખરીદતા ન હતા, તે પણ જીએસટી ઘટ્યા બાદ ઘર ખરીદશે. આ પગલાને કારણે ઘરનું વેચાણ પણ વધશે. 

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App