અમેરિકા / ફેસબુક ઈન્ડિયાના પૂર્વ હેડ સોફ્ટબેન્કના વિઝન ફન્ડના પ્રથમ મહિલા પાર્ટનર બન્યા

Divyabhaskar.com

Dec 07, 2018, 07:22 PM IST
Former Facebook India managing director Kirthiga Reddy Join SoftBank

- ભારતીય મૂળની કિર્તિગા રેડ્ડી 8 વર્ષથી ફેસબુકમાં હતી
- તેમણે 2016માં ફેસબુકના ઈન્ડિયા હેડનું પદ છોડ્યું, 2 વર્ષથી અમેરિકાની ઓફિસમાં હતી
- ચેન્નાઈમાં જન્મેલી કિર્તિગાએ મુંબઈમાંથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો

મુંબઈઃ ફેસબુક ઈન્ડિયાના પૂર્વ એમડી કિર્તિગા રેડ્ડી (46)ને સોફ્ટબેન્કે પોતાના 100 અબજ ડોલરના વિઝન ફન્ડમાં પાર્ટનર બનાવ્યા છે. ભારતીય મૂળની કિર્તિગા આ વિઝન ફન્ડની પ્રથમ મહિલા પાર્ટનર છે. તેમણે સોફટબેન્ક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ જોઈન કર્યું છે.

કિર્તિંગા રેડ્ડી ફેસબુક ઈન્ડિયાની પ્રથમ કર્મચારી હતી

1. ભારતીય મૂળની કિર્તિગાએ ફેબ્રુઆરી 2016માં ફેસબુક ઈન્ડિયાના એમડી પદેથી રાજીનામુ આપ્યું હતું. બાદમાં તે 2 વર્ષથી ફેસબુકની અમેરિકા સ્થિત હેડ ઓફિસમાં કામ કરી રહી હતી. તેણે 8 વર્ષ સુધી ફેસબુકમાં કામ કર્યું હતું. કિર્તિગા ફેસબુક ઈન્ડિયાની પ્રથમ કર્મચારી હતી. તે જુલાઈ 2010માં ફેસબુક ઈન્ડિયાની હેડ બની હતી.

2. કિર્તિંગા સોફટ બેન્ક વિઝન ફન્ડની અમેરિકા સ્થિતિ સૈન કાર્લોસ ઓફિસમાં કામ કરશે. તે એન્ટરપ્રાઈઝ અને કન્ઝ્યુમર ટેકનોલોજીમાં ટેકનિક્લ અને બિઝનેસ એક્સપર્ટ તરીકે જાણીતી છે.

3 કિર્તિગાનો જન્મ 1972માં ચેન્નાઈમાં થયો હતો. તેમણે મુંબઈની મહાત્મા ગાંધી મિશન એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી કોલેજમાંથી કોમ્પ્યુટર સાઈન્સનો અભ્યાસ કર્યો હતો. બાદમાં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની ગ્રેજયુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તે સ્ટેનફોર્ડ બિઝનેસ સ્કૂલ મેનેજમેન્ટના બોર્ડમાં સામેલ છે.

X
Former Facebook India managing director Kirthiga Reddy Join SoftBank
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી