બજેટ સત્ર / Budget 2019: મોદી સરકારના 5 બજેટ, 5 વર્ષ પછી આજે ક્યાં ઉભો છે દેશ?

Five General Budget of PM Narendra Modi Government and 5 Years of BJP Where India Stands Today
X
Five General Budget of PM Narendra Modi Government and 5 Years of BJP Where India Stands Today

  • આ બજેટમાં એનડીએ સરકાર પોતાને વિપક્ષ કરતાં વધુ મજબૂત સાબીત કરવાનો પ્રયત્ન કરશે
  • આ બજેટ નવા નાણાકીય વર્ષના પહેલાં ત્રિમાસીક ગાળા સુધી સીમીત રહેશે

divyabhaskar.com

Feb 01, 2019, 08:14 AM IST

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તેમના કાર્યકાળના અંતિમ પડાવમાં છે. આગામી બે-ત્રણ મહિનામાં જ્યાં દેશમાં લોકસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે ત્યાં જ કેન્દ્ર સરકાર આજે તેમનું વચગાળાનું બજેટ રજૂ કરશે. જોકે આ બજેટ નવા નાણાકીય વર્ષના પહેલાં ત્રિમાસીક ગાળા સુધી સીમીત રહેશે પરંતુ મોદી સરકાર આ વચગાળાના બજેટની સ્પીચને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરવાનું વિચારી રહી છે.

 

ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં પોતાને વિપક્ષ કરતાં વધારે મજબૂત દાવેદાર બતાવવાનું કામ કરશે. જોકે અત્યારે એક નજર મોદી સરકારના અગાઉના બજેટ ઉપર નાખવી જરૂરી છે. જેથી અંદાજ લગાવી શકાય કે, વચગાળાના બજેટમાં નાણામંત્રી બજેટ સ્પીચમાં કઈ સફળતાઓને તેમની આર્થિક નીતિમાં જોડવાનું કામ કરશે. 

1. મોદી સરકારનું પાંચમું બજેટ

આ મોદી સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ હતું. આ બજેટ પહેલાં કેન્દ્ર સરકાર સામે 8 રાજ્યોમાં ચૂંટણીની સાથે સાથે વર્ષના અંતમાં લોકસભાની ચૂંટણીનો પડકાર પણ હતો. આ બજેટમાં લોકોને લોભાવવા સરકાર સામે તેમની ફલેગશિપ યોજનાઓ માટે પૂરતા બજેટની વ્યવસ્થા કરવાનો પડકાર હતો. જોકે તે બજેટે મધ્યમ વર્ગને નિરાશ કર્યા હતા.

 

ચૂંટણીને ઘ્યાનમાં રાખીને જ્યાં સરકારે આ બજેટ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રયત્ન કર્યો. દરેક લોકો માટે ઘરની યોજના માટે મોટી રકમની ફાળવણી કરી. બજેટમાં સરકારે 37 લાખ ઘરના નિર્માણ માટે સરકારી મદદની જાહેરાત કરી હતી. તે ઉપરાંત બજેટમાં સરકારે રાષ્ટ્રીય સ્વાસ્થય વીમા અંર્તગત 50 કરોડ લોકોને રૂ. 5 લાખનો સ્વાસ્થય વીમો આપવાની જાહેરાત કરી અને રૂ. 250 કરોડના ટર્નઓવર વાળી કંપની માટે કોર્પોરેટ ટેક્સનો દર 25 ટકા નક્કી કર્યો. 

 

જોકે બજેટની સ્પીચમાં કાળુંનાણું, સ્વચ્છતા મિશન, પાક વિમા યોજના, અટલ પેન્શન યોજના, સ્માર્ટ સિટી, નિર્ભયા ફંડ જેવી યોજનાઓ માટે કઈ કરવામાં આવ્યું નહીં. તે ઉપરાંત રક્ષા બજેટમાં પણ ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 

2. મોદી સરકારનું ચોથુ બજેટ- 2017-18

મોદી સરકારે ચોથું બજેટ દેશમાં નોટબંધી લાગુ કર્યા પછી જાહેર કર્યું હતું. નવેમ્બર 2016માં નોટબંધી દ્વારા સરકારે બ્લેક મની પર કંટ્રોલ કરવા માટે ખૂબ વપરાતી રૂ. 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને રૂ. 2,000ની નવી નોટ ચલણમાં લાગુ કરી હતી. આ સંજોગોમાં વાર્ષિક બજેટ સામે બજારમાં કમજોર થતી માંગ સરકાર માટે એક મોટો પડકાર હતી.

 

ખાસવાત એ છે કે, આ પહેલાંના બંને બજેટમાં જાહેર કરવામાં આવેલી યોજનાઓથી દેશના જીડીપી ગ્રોથમાં વધારો થયો હતો પરંતુ બજેટ પહેલા નોટબંધીના કારણે તે ગ્રોથ પર બ્રેક લાગી હતી. આ ઉપરાંત વૈશ્વિસ સ્તર પર આ બજેટ પહેલાં કાચા તેલની કિંમતોથી સરકારની તીજોરી પર પ્રેશર વધ્યું હતું અને બજેટ પછી જ જુલાઈ 2017માં જીએસટી લાગુ કરવાનો પડકાર હતો. 

3. મોદી સરકારનું ત્રીજુ બજેટ (2016-17)

મોદી સરકારના ત્રીજા બજેટ સામે વિકાસના સારા આંકડાઓ હતા. બજેટ પહેલાં ગ્લોબલ કરન્સી ફંડે ભારતને વૈશ્વિક મંદી વચ્ચે ચમકતો સિતારો ગણાવ્યો છે. કાર્યકાળના ત્રીજા વર્ષમાં પહોંચેલી મોદી સરકારની દરેક મોટી યોજનાઓ બજેટના આધારે રજૂ કરવામાં આવી હતી. બીજી બાજુ સરકાર સામે ક્રૂડ ઓઈલની નબળી કિંમતોથી થયેલી બચતના વિકાસ કાર્યોમાં ખર્ચ કરવાનો પડકાર હતો. 

 

આ સિવાય બજેટ દ્વારા સરકારને સાતમું પગાર પંચ લાગુ કરવાની યોજના પણ શરૂ કરવાની હતી. આ સિવાય કૃષિ ક્ષેત્રે પણ ગંભીર સમસ્યાઓ ઉભી હતી. સતત બે વર્ષથી નબળા ચોમાસાના કારણે ખેડૂતોની સમસ્યા અને વડાપ્રધાન પાક વિમા યોજના માટે મૂડીની યોજના કરવાનું પણ દબાણ હતું.

4. મોદી સરકારનું બીજુ બજેટ (2015-26)

કેન્દ્ર સરકારના બીજા બજેટને સંસદમાં રજૂ કરતાં નાણામંત્રી અરુણ જેટલીએ દાવો કર્યો છે કે, એનડીએ સરકારે નવ મહિનાના કાર્યકાળ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવાનં કામ શરૂ કર્યું છે. જેટલીએ કહ્યું કે, અર્થવ્યવસ્થા સ્પીડમાં દોડવા માટે તૈયાર છે. જેટલીએ એવો પણ દાવો કર્યો હતો કે, ભારત દુનિયામાં સૌથી સ્પીડમાં દોડનારી અર્થવ્યવસ્થા બનાવી ચૂકી છે અને ખાસવાત એ છે કે, કેન્દ્ર સરકારે બજેટ પહેલાં જીડીપી ગણતરીના ફોર્મ્યૂલામાં પરિવર્તન કર્યું છે જેથી નવા વિકાસદરનો અંદાજ 7.4 ટકા રાખવામાં આવ્યો છે.

 

પોતાના પહેલાં વર્ષના કાર્યકાળ દરમિયાન સરકારે 12 કરોડથી વધુ પરિવારોને આર્થિક મુખ્યધારામાં લાવવાનો દાવો કર્યો હતો. આ વાર્ષિક બજેટ દ્વારા કેન્દ્ર સરકારે દેશમાં જીએસટી લાગુ કરીને જનધન, આધાર અને મોબાઈલ દ્વારા ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફરને લોન્ચ કરવાની યોજના બનાવી હતી. 

5. મોદી સરકારનું પહેલું બજેટ (2014-15)

આ બજેટ મોદી સરકારે પહેલાં ત્રિમાસીક ગાળા માટે રજૂ કર્યું હતું. આ પહેલાં મનમોહન સિંહની સરકારે પહેલાં ત્રિમાસીક ગાળાનું તેમનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. બજેટ ભાષણમાં નાણાપ્રધાને સંસદમાં કહ્યું હતું કે, દેશની જનતાએ ઝડપથી વિકાસ અને ગરીબી નાબૂદ કરવા માટે નવી સરકારની પસંદગી કરી છે. 

 

પોતાના પહેલાં ભાષણમાં સરકારે દેશની સવા સો કરોડ જનતાને બેરોજગારી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભ્રષ્ટાચારને ખતમ કરવાના આર્થિક સુધારાઓને તેમની આર્થિક નીતિના કેન્દ્રમાં રાખવાની વાત કહી હતી. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી