વિકાસ / રેટિંગ એજન્સી ફિચે દેશના જીડીપી ગ્રોથનું અનુમાન 7.4%થી ઘટાડીને 7.2% કર્યું

ભારતીય બજારમાં કેશની ઓછી ઉપલબ્ધતાને કારણ ગણાવ્યું

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 07:30 PM
Fitch projected lower GDP growth rate of India in current fiscal 2019 20

- અગામી નાણાંકીય વર્ષ માટે અનુમાન 7.5% ના સ્થાને 7% છે
- ભારતીય બજારમાં કેશની ઓછી ઉપલબ્ધતાને કારણ ગણાવ્યું
- ફિચે કહ્યું કે વર્ષ 2019ના અંત સુધીમાં રૂપિયો 75 ટકા ગગડી શકે છે

નવી દિલ્હીઃ ગ્લોબલ રેટિંગ એજન્સી ફીચે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન 7.4%માંથી ઘટાડીને 7.2 કર્યું છે. ચાલું નાણાંકીય વર્ષ (2018-19) માટે આ અનુમાન કરવામાં આવ્યું છે. ભારતમાં વધુ ખર્ચ અને કેશની ઓછી ઉપલબ્ધતાના કારણ ફિચે અનુમાન ઘટાડ્યું છે.

વર્ષ 2020-21માં ગ્રોથ રેટ 7.1% રહેવાની શક્યતા

1. ફીચના જણાવ્યા પ્રમાણે અગામી નાણાંકીય વર્ષ (2019-20)માં ભારતનો વિકાસ દર 7 ટકા અને વર્ષ 2020-21માં 7.1 ટકા રહેવાની શક્યતા છે. રેટિંગ એજન્સીએ જૂનમાં 2019-20 માટે 7.5 ટકાના ગ્રોથનું અનુમાન કર્યું હતું.

2. ફીચનું કહેવું છે કે ભારતની જીડીપીના આંકડાઓ આશા પ્રમાણે ન રહેતા અને બજારોમાં કેશની કમીને કારણે અનુમાન ઘટાડવામાં આવ્યું છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં ભારતનો જીડીપી ગ્રોથ 7.1 રહ્યો હતો. એપ્રિલ-જૂનમાં તે 8.2 ટકા હતો.

3. રેટિંગ એજન્સીનું કહેવું છે કે અગામી વર્ષે થનાર લોકસભાની ચૂંટણીઓને જોતા એવી આશા છે કે ભારતની નાણાંકીય નીતીઓ સતત ગ્રોથને પ્રોત્સાહન આપનારી હશે. ફિચના જણાવ્યા પ્રમાણે વર્ષ 2019ના અંત સુધીમાં ડોલરની સરખામણીમાં રૂપિયો 75 સુધી ઘટી શકે છે.

X
Fitch projected lower GDP growth rate of India in current fiscal 2019 20
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App