દિલ્હી / પૂર્વ વડાપ્રધાન મનમોહને GST કાઉન્સિલને ચેન્જમેકરનો એવોર્ડ આપ્યો, ભાજપે રાહુલની મજાક ઉડાવી

Divyabhaskar.com | Updated - Mar 16, 2019, 08:00 PM
Ex PM Manmohan Singh awards Arun Jaitley
X
Ex PM Manmohan Singh awards Arun Jaitley

  • એક એવોર્ડ ફંકશનમાં નાણાં મંત્રી અરૂણ જેટલીને મળ્યો પુરસ્કાર
  • જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ ગણાવનાર રાહુલ ગાંધી પર ભાજપે સવાલ ઉઠાવ્યા 

નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલને હિંદુ બિઝનેસ લાઈને ચેન્જમેકર ઓફ ધ યર એવોર્ડ આપ્યો છે. શુક્રવારે આયોજિત સમારોહમાં પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહએ નાણાં મંત્રી અરૂણ જેટલીને આ પુરસ્કાર આપ્યો છે. તેની પર ભાજપે ટ્વીટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મજાક ઉડાવી છે. કારણ કે રાહુલ ઘણી વાર જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ ગણાવીને તેની નિંદા કરી ચુકયા છે.

ચૂંટણી પહેલા ભાજપને મળી રાહુલ સામે વોર કરવાની તક

1.જોકે મનમોહન સિંહે એવોર્ડ આપતી વખતે કઈ પણ કહ્યું નથી પરંતુ ભાજપને એ કહેવાનો મોકો મળ્યો કે જીએસટી લાગૂ કરવાનો નિર્ણય ખોટો ન હતો. સમગ્ર દેશમાં એક ટેક્સ લાગુ કરવા, ગ્રાહકો પર ટેક્સનો બોજો ઓછો કરવા અને ટેક્સેશનના નિયમોને સરળ બનાવવા માટે જીએસટી કાઉન્સિલને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
2.

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને લાગી રહ્યું છે કે જીએસટી કાઉન્સિલને મળેલો એવોર્ડ રાહુલ અને કોંગ્રેસ માટે સારો જવાબ છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ તેનો ઉપયોગ ઈલેકશન કેમ્પેનમાં કરી શકે છે.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App