EDએ પૂર્વ નાણાં મંત્રી ચિંદમ્બરમના પુત્ર કાર્તિ ચિંદમ્બરની 54 કરોડની સંપતિ જપ્ત કરી

દિલ્હીના જોરબાગ, ઉંટી અને કોડિકેનાલ સ્થિત બંગલાઓ, બ્રિટનનું ઘર અને બર્સિલોનાની પ્રોપર્ટીને જપ્ત કરાઈ

Divyabhaskar.com | Updated - Oct 11, 2018, 06:00 PM
ED seized Rs 54 crore property of Karti

નવી દિલ્હીઃ એનએક્સ મિડિયા કેસમાં પ્રવર્તન નિર્દેશાલય(ઈડી)એ પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિંદમ્બરમ પર કાર્યવાહી કરી છે. ઈડીએ કાર્તિ ચિંદમ્બરમની ભારત અને વિદેશોમાંની 54 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે. તેમાં તેમના બેન્ક એકાઉન્ટનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ એરસેલ-મેક્સિમ કેસમાં પી.ચિંદમ્બરમ અને કાર્તિકને તાત્કાલિક ધોરણે રાહત આપવામાં આવી હતી.


માત્ર હેડલાઈન બનાવવા ઓર્ડર અપાયો હોવાનો કાર્તિનો દાવો

કાર્તિએ આ ઓર્ડરને વિચિત્ર પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર હોવાનું કહીને જણાવ્યું છે કે આ માત્ર હેડલાઈન બનાવવા માટે આપવામાં આવ્યો છે. તેણે આ અંગે દાવો કર્યો છે કે આદેશ કાયદાની સામે નહીં ટકી શકે. તેમણે આ મામલાને ઉચિત લીગલ ફોરમની સામે ઉઠાવવાની વાત કહી છે. ઈડીએ જે સંપતિ જપ્ત કરી છે કે તેમાં દિલ્હીના જોરબાગ, ઉંટી અને કોડિકનાલ સ્થિત બંગલાઓ, બ્રિટનના ઘર અને બર્સિલોનાની પ્રોપર્ટીનો સમાવેશ થાય છે.

મંજૂરી માટે 3.5 કરોડની લીધા હોવાનો લાગ્યો છે આક્ષેપ કાર્તિ પર આરોપ

પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એકટના વિવિધ પ્રાવધાનો અંતર્ગત કાર્તિ અને અન્ય વ્યક્તિઓ પર ગત વર્ષે મે મહિનામાં કેસ નોંધાયો હતો. એફઆઈઆરમાં કાર્તિ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેન પિતા કેન્દ્રીય નાણાં મંત્રી હોવાના કારણે તેણે આઈએનએકસ મિડિયાને વિદેશી નિવેશ સંવર્ધન બોર્ડ(એફઆઈપીબી)ની મંજૂરી અપાવવાના બદલામાં 3.5 કરોડની રકમ લીધી હતી.

ગત વર્ષે 15માં નોંધાઈ હતી એફઆઈઆર

ગત વર્ષે 15 મેએ નોંધાયેલી એક એફઆઈઆર બાબતે કાર્તિની એકવાર ફરી ધરપકડ કરવામાં આવી છે. કાર્તિ પર આરોપ છે કે 2007માં વિદેશમાંથી 305 કરોડ રૂપિયા મેળવવા માટે તેણે આઈએનએક્સ મિડિયાના માલિકોને મદદ કરી હતી. 2007માં કાર્તિના પિતા પી. ચિંદમ્બરમ નાણાં મંત્રી હતા. આઈએનએક્સ મિડિયાના માલિક ઈન્દ્રાણી મુખરજીએ આ વર્ષે 17 ફેબ્રુઆરીએ આ મામલામાં નિવેદન આપ્યું હતું. તેના આધાર પર કાર્તિની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં કાર્તિ ચિંદમ્બરમને આ મામલામાં જામીન મળ્યા હતા.

X
ED seized Rs 54 crore property of Karti
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App