EDએ નીરવની દુબઈ સ્થિત 11 સંપતિઓ જપ્ત કરી, કિંમત રૂપિયા 56 કરોડ

મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત ઈડીએ નીરવની સંપતિઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે

Divyabhaskar.com | Updated - Nov 07, 2018, 12:17 PM
ED attaches 11 properties of Nirav Modi in Dubai in connection with PNB fraud

નવી દિલ્હીઃ પ્રવર્તન નિર્દેશાલય(ઈડી)એ મંગળવારે હીરા કારોબારી નીરવ મોદીની દુબઈ સ્થિત 11 સંપતીઓને જપ્ત કરી છે. તેની કિંમત 56 કરોડ રૂપિયા છે. ઈડીએ 13,500 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળામાં આ કાર્યવાહી કરી છે. ઈડીએ કહ્યું છે કે આ સંપતિઓ નીરવ અને તેની ગ્રુપ કંપનીઓ ફાયરસ્ટાર ડાયમંડ એફઝેડઈના નામ પર હતી.

મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત ઈડીએ સંપતિઓ જપ્ત કરવાના આદેશ આપ્યા હતા. ગત મહીને એજન્સીએ નીરવ અને તેના પરિવારજનોની 637 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી હતી. તેમાં ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્ક સ્થિત બે એપાર્ટમેન્ટ પણ સામેલ હતા.

મુંબઈની અદાલત આપશે રિકવેસ્ટ લેટર

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈડી ઝડપથી દુબઈ સ્થિત અધિકારીઓ પાસેથી આ સંપતિઓ જપ્ત કરવાની લીગલ પ્રક્રિયા પુરી કરશે. તેના માટે ઈડીને મુંબઈ અદાલત પાસેથી રિકવેસ્ટ લેટર મળશે. ગ્લોબલ લીગલના ઓપરેશનનો હિસ્સો હોવાને કારણે ભારત આ પત્ર મળ્યા બાદ જ કોઈ આરોપીની વિદેશ સ્થિત સંપતિને જપ્ત કરી શકે છે.

X
ED attaches 11 properties of Nirav Modi in Dubai in connection with PNB fraud
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App