તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Harley Davidsonના અંતનો પ્રારંભ, ટ્રમ્પે કહ્યું પ્રોડક્શન શિફ્ટ કરવાની મળશે સજા | Donald Trump Threatens To Punish Harley For Its Decision To Shift

Harley-Davidsonના અંતનો પ્રારંભ, ટ્રમ્પે કહ્યું-પ્રોડક્શન શિફ્ટ કરવાની મળશે સજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે Harley-Davidsonનું થોડુંક પ્રોડક્શન શિફ્ટ કરવાના નિર્ણયને મોટરસાયકલ કંપની માટે `અંતની શરૂઆત' ગણાવ્યું છે. એટલું જ નહિ, ટ્રમ્પે સજારૂપે કંપની પર હેવી ટેક્સ લગાવવાની પણ ધમકી આપી છે. ટ્રમ્પે સવારે 7 વાગ્યાથી ટવીટ કરતા રહીને કંપની પર આરોપ લગાવ્યો કે તે યુરોપીયન ટેરિફનો ઉપયોગ બહાના તરીકે કરી રહી છે. કંપનીએ મેન્યુફેક્ચરિંગમાં ફેરફાર કરવાની યોજના અગાઉથી જ બનાવી લીધી હતી.

 

હાર્લેએ એક વર્ષ પહેલા કહ્યું હતું કે તે પોતાની કામગીરી કાન્સસ સિટીથી થાઇલેન્ડ શિફ્ટ કરશે અને તેણે ખાતરી આપી હતી કે તેમની ફેમસ બાઇક ક્યારેય બીજા દેશમાં નહિ બને. વ્હાઇટ હાઉસના સહયોગીઓએ કહ્યું કે આઇકોનિક અમેરિકન મેન્યુફેક્ચરર દ્વારા પ્રોડક્શન શિફ્ટ કરવાના નિર્ણયને ટ્રમ્પ પોતાની સાથે થયેલો દગો માની રહ્યા છે.

 

હાર્લેને મળશે હેવી ટેક્સની સજા


ટ્રમ્પના ટવીટથી સ્પષ્ટ જણાય છે કે તેમણે હાર્લેના નિર્ણયને વ્યક્તિગત રીતે લીધો છે. તેમણે ટવીટમાં લખ્યું કે, હાર્લેને એ ખ્યાલ હોવો જોઇએ કે તે હેવી ટેક્સ વિના અમેરિકામાં ફરી પ્રોડક્ટ્સ નહિ વેચી શકે. તેમણે સંકેત આપ્યો કે હાર્લેનું પગલું છૂપા એજન્ડાથી પ્રભાવિત છે.

 

હાર્લેના નિર્ણયથી ખુશ નથીઃ ટ્રમ્પ


ટ્રમ્પે યુરોપીયન યુનિયન ટેરિફ પર જણાવ્યું કે હાર્લે-ડેવિડસન માત્ર બહાના બનાવી રહી છે. મને સારું નથી લાગ્યું કારણ કે હું હાર્લે-ડેવિડસન સાથે સારો વ્યવહાર કરી રહ્યો હતો અને તે તેને બહાના તરીકે ઉપયોગ કરી રહી છે. મને નથી લાગતું કે જે હાર્લે ચલાવે છે તે તેનાથી ખુશ થશે અને હું પણ તેનાથી ખુશ નથી.

 

ટ્રમ્પે કહ્યું- હું હેરાન છું


ટ્રમ્પે ટિવટર પર નારાજગી બતાવતા કહ્યું કે હાર્લે-ડેવિડસન એવી બધી કંપનીઓમાં પહેલી છે કે જેણે સફેદ ઝંડો બતાવ્યો છે. તેમણે કહ્યું કે હું તેમના માટે લડી રહ્યો છું અને છેવટે તેમને ઇયુમાં વેચવા માટે વધારે ટેરિફ આપવી નહિ પડે, જેના કારણે અમારા વેપારને અસર પડી રહી છે અને તે 15,100 કરોડ ડોલર ઘટી ગયો હતો. ટેક્સ માત્ર હાર્લેનું બહાનુ છે- થોડી ધીરજ રાખો.

 

યુરોપીયન યુનિયને વધાર્યો ટેરિફ


યુરોપીયન યુનિયને અમેરિકન મોટરસાયકલ પર ઇમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 31 ટકા કરી દીધી છે. તેના કારણે ઇયુમાં ગ્રાહકોને મોટરસાયકલ ખરીદવા પર આશરે 2,200 ડોલર વધારે ચુકવવા પડશે. ટ્રમ્પે ઇયુમાંથી ઇમ્પોર્ટ થતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ વધારી દીધી છે. આ કારણ  છે કે ઇયુ તરફથી અમેરિકન વ્હીકલ્સને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.

 

હાર્લે-ડેવિડસને શું કહ્યું


કંપનીએ રેગ્યુલેટરી નોટિસમાં જણાવ્યું કે પ્રોડક્શનને વિદેશમાં લઇ જવામાં 9થી 18 મહિનાનો સમય લાગી શકે છે. તેથી આવનારા સમયમાં હાર્લે-ડેવિડસન ઇયુ ટેરિફથી વધેલી કોસ્ટને ભરપાઇ કરી શકશે. કંપનીએ કહ્યું કે ઇયુના ટેરિફ બોજથી વધતા ઇન્ટરનેશન પ્રોડક્શનને ઓછો કરવાની અમારી પ્રાથમિકતા નથી પરંતુ ઇયુમાં ગ્રાહકોને મોટરસાયકલ્સ પહોંચાડવા માટે આ સ્થિર વિકલ્પ દેખાઇ રહ્યો છે. આ સાથે યુરોપમાં બિઝનેસને વ્યાવહારિક બનાવી રાખવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.

 

અન્ય સમાચારો પણ છે...