ફ્રોડ / પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહના જમાઈ પર કેસ નોંધાયો, 50 કરોડની છેતરપિંડીનો આરોપ

Divyabhaskar.com

Mar 16, 2019, 05:16 PM IST
DKS former Superintendent Dr. Punit Gupta charges Rs 50 crores fraud

  • રમણ સિંહના જમાઈ ડો.પુનીત ગુપ્તા ડીકેએસ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલના પૂર્વ અધીક્ષક છે
  • મશીન ખરીદી અને ભરતીમાં અનિયમિતતાની ફરિયાદ પર કેસ નોંધાયો

રાયપુરઃ છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહના જમાઈ ડો. પુનીતા ગુપ્તાની વિરુદ્ધ 50 કરોડની ઠગાઈ સહિતની ઘણી કલમો અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર ડીકેએસના અધિક્ષક ડો. કે કે સહારેની ફરિયાદ પર ગોલ બજાર પોલિસસ્ટેશનમાં થઈ. પુનીત પર આપરાધિક ષડયંત્ર, છેતરપિંડી, નકલી દસ્તાવેજની હેરાફેરી કરવાનો આરોપ લાગ્યો છે. પુનીત ડીએકએસ સુપર સ્પેશિયલિટ હોસ્પિટલના અધિક્ષક રહી ચૂક્યા છે.

ફરિયાદ પ્રમાણે, ડો ગુપ્તાએ 14 ડિસેમ્બર 2015થી ઓક્ટોબર 2018ની વચ્ચે હોસ્પિટલમાં ગડબડ કરી હતી. તેમણે નિયમની વિરુદ્ધ ડોકટરો અને અન્ય સ્ટાફની ભરતી કરી. યોગ્ય ન હોય તેવા લોકોને પણ પૈસા આપીને નોકરી આપી. ફરિયાદ બાદ આ મામલાની ત્રણ સભ્યોની કમિટીએ તપાસ કરી હતી. તેમાં પુનીતની વિરુદ્ધ 50 કરોડની અનિયમિતતાની વાત પ્રકાશમાં આવી છે.

પૂર્વ અધીક્ષકે તેના પદ અને સતાનો ખોટો ફાયદો ઉઠાવ્યો

ફરિયાદમાં કહેવામાં આવ્યું કે અધીક્ષકે તેના પદ અને સતાનો ખોટો ફાયદો ઉઠાવીને સરકારી પૈસાનો દૂરઉપયોગ કર્યો. તેનાથી સરકારી તિજોરીને નુકસાન થયું છે. એવા ઘણાં મશીનો ખરીદવામાં આવ્યા છે, જેને દર્દીઓ સાથે સીધો કોઈ સંબધ નથી.

4 વખત રિમાન્ડર મોકલવામાં આવ્યું હોવા છતા તપાસ કમિટીની સામે હાજર ન થયા

કમેટીનું કહેવું છે કે મશીન ખરીદીની પુરી ફાઈલ મળી નથી. કેટલીક ફાઈલોની ઝેરોક્સ કોપી મળી હતી. આ સિવાય ચાર વખત રિમાઈન્ડર મોકલવામાં આવ્યું હોવા છતા ડો.પુનીત કમેટી સમક્ષ ઉપસ્થિત રહ્યાં ન હતા. 50 લાખનો ડિમાન્ડ ડ્રાફટ છાજલીમાં પડ્યો પડ્યો લેપ્સ થઈ ગયો. જે અરજદારોને પરત કરવામાં આવ્યા નથી. બીજી તરફ ઘણાં અરજદારો ડીડી માટે રોજ ધક્કા ખઈ રહ્યાં છે.

80 લાખમાં સ્પ્રિચ્યુઅલ બોડી ખરીદી, જેનો કોઈ ઉપયોગ નથી

હોસ્પિટલમાં એક સ્પ્રિચ્યુઅલ બોડી 80 લાખ રૂપિયાથી વધુમાં ખરીદવામાં આવી. જાણકારોના જણાવ્યા અનુસાર, સુપર સ્પેશિયલિટી હોસ્પિટલમાં આ બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો જ નથી. હોસ્પિટલ પ્રીમાયસીસમાં ભાડે આપેલી દુકાનોમાં પણ અનિયમિતતા પ્રકાશમાં આવી છે. એક દુકાનનું ભાડું માત્ર 5 હજાર રૂપિયા મહીને છે. જયારે લોન્ડ્રી અને મેડિકલ સ્ટોર માટે એવી શરતો રાખવામાં આવી હતી, જેનાથી સ્થાનિક લોકો બહાર થઈ ગયા હતા.

X
DKS former Superintendent Dr. Punit Gupta charges Rs 50 crores fraud
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી