ઓગસ્ટમાં 244.81 કરોડ ડિજિટલ ટ્રાન્ઝેકશન, 2 વર્ષમાં આંકડો 3 ગણો વધ્યોઃ સરકાર

ઓક્ટોબર 2016માં 79.67 કરોડ ડિજિટલ ટ્રાન્ઝેકશન થયા

Divyabhaskar.com | Updated - Nov 10, 2018, 01:17 PM
Digital payment transaction volumes rise to 244.8 crore in August 2018

નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષે ઓગસ્ટમાં 244.81 કરોડ ડિજિટલ ટ્રાન્ઝેકશન થયા છે. તેની સરખામણીમાં ઓક્ટોબર 2016માં માત્ર 79.67 કરોડ ડિજિટલ ટ્રાન્ઝેકશન થયા હતા. એટલે કે તેમાં ત્રણ ગણાથી વધુનો વધારો થયો છે. આ માહિતી શુક્રવારે સંચાર મંત્રાલયે આપી છે.

સંચાર મંત્રાલયે આ અંગે કહ્યું છે કે નવા પેમેન્ટના માધ્યમ-ભીમ યુપીઆઈ, આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ (એઈપીએસ) અને રાષ્ટ્રીય ઈલેકટ્રોનિક ટોલ સંગ્રહ (એનઈટીસી)એ વ્યક્તિથી વ્યક્તિ અને વ્યક્તિથી કંપનીની વચ્ચેના પેમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે. તેના માધ્યમથી ડિજિટલ પેમેન્ટનું તંત્ર સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે. ઓગસ્ટ 2018માં કુલ 204.86 લાખ કરોડ રૂપિયાના મુલ્યનું ડિજિટલ ટ્ાન્ઝેકશન થયું છે.

X
Digital payment transaction volumes rise to 244.8 crore in August 2018
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App