એક વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો ડીઝલના ભાવ, પેટ્રોલ પણ મોંઘુ

ગુરુવારે પણ ડીઝલનો ભાવ રેકોર્ડ હાઈ સ્તરે જોવા મળ્યો હતો, પેટ્રોલનો ભાવ પણ લિટર દીઠ રૂ. 86 થયો

divyabhaskar.com | Updated - Aug 30, 2018, 10:17 AM
petrol price in ahmedabad today 30august on its peak, Petrol is also expensive

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે પણ ઈંધણના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. આ ભાવ વધારા પછી દિલ્હીમાં ડીઝલનો ભાવ એક વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો.

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે પણ ઈંધણના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. આ ભાવ વધારા પછી દિલ્હીમાં ડીઝલનો ભાવ એક વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. પેટ્રોલનો ભાવ પણ નેશનલ કેપિટલ રીજન (NCR)માં લિટર દીઠ રૂ. 78.30ની સપાટીએ પહોંચી ગયો છે.

ગુરુવારે પેટ્રોલની કિંમતમાં 12 પૈસાનો વધારો થયો હતો. આ વધારા પછી દિલ્હી એનસીઆરમાં પેટ્રોલનો લીટર દીઠ ભાવ રૂ. 78.30ની સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે કોલકાતામાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ રૂ. 81.30, મુંબઈમાં રૂ. 85.72 અને ચેન્નાઈમાં રૂ. 81.35 ચૂકવવો પડે છે.

ડીઝલના ભાવની વાત કરીએ તો તેમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ગુરુવારે ડીઝલના ભાવમાં 18 પૈસાનો વધારો થયો હતો. ઈન્ડિયન ઓઈલ કંપની પ્રમાણે દિલ્હી એનસીઆરમાં એક લીટર ડીઝલ માટે રૂ. 69.93 ચૂકવવા પડે છે. આમ, ડીઝલનો ભાવ એક વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. આમ, ડીઝલનો ભાવ એક વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. કોલકાતમાં ડીઝલનો લીટર દીઠ ભાવ રૂ. 72.28, મુંબઈમાં રૂ. 74.24 અને ચેન્નાઈમાં રૂ. 73.88 ચૂકવવો પડે છે. આમ, ડીઝલનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે.

છેલ્લા કેટલાક દિવસથી ક્રૂડ ઓઈલની કિંમતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ક્રૂડ ઓઈલ સિવાય પેટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી વસુલવામાં આવતા ટેક્સના કારણે ઈંધણની કિંમતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

X
petrol price in ahmedabad today 30august on its peak, Petrol is also expensive
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App