નોટબંધીને 2 વર્ષ પૂર્ણઃ મનમોહને મોદી સરકાર પર કર્યો કટાક્ષ-આ મંદ વિચારવાળું અવિવેકી પગલું

Demonetisation completeness two year, Congress criticize government

Divyabhaskar.com

Nov 08, 2018, 12:23 PM IST

મુંબઈઃ ગુરુવારે નોટબંધીને બે વર્ષ પુરા થયા છે. બે વર્ષ પહેલા મોદી સરકારે હજાર અને 500ની નોટ બંધ કરી હતી. અને જૂની નોટોને બેન્કોમાં જઈને બદલાવવાનો આદેશ કર્યો હતો. જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. સરકાર નોટબંધીને મોટી સફળતા ગણાવી રહી છે. જયારે વિપક્ષ તેને આર્થિક મુશ્કેલી ગણાવી રહ્યો છે.

આ વાતને બે વર્ષ પુરા થવા પર વિપક્ષે સરકારને આ અંગે માફી માંગવાની માંગ કરી છે. ઘણાં કોંગ્રેસના નેતાઓએ ટવીટ કરીને નોટબંધી પર નારાજગી જાહેર કરી છે. તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નોટબંધીના દિવસને "કલા દિવસ'ની ઉપમા આપી છે.

કોંગ્રેસ નેતા શશી થરુરે એક ટવીટ કરીને નોટબંધીની કિંમત સમજાવી છે. થરુરે આ દિવસને મુશ્કેલી ગણાવતા આ દિવસને DemonetisationDisasterDayના નામથી ટ્વીટ કર્યું છે. થરુરના જણાવ્યા પ્રમાણે, નોટબંધીના કારણે નવી નોટો છાપવા પર જ 8 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. 15 લાખ લોકની નોકરી ગઈ, 100 લોકોના મૃત્યુ થયુ અને જીડીપીમાં દોઢ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

અન્ય એક કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ટ્વિટ કરીને સરકાર પર હુમલો કરતા લખ્યું હતું કે આમે આ પ્રકારનું પગલું કોઈ દિવસ ભરશું નહિ, કારણ કે અમે સભ્ય છીએ. નરેન્દ્ર મોદીને 730 દિવસો પછી પણ એમ નથી લાગતું કે તેમણે નોટબંધી અંગે લોકોની માંફી માંગવી જોઈએ. આ ઘટનામાં 100 લોકોના મોત થયા હતા.

બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ ખૂબ જ કડક શબ્દોમાં નોટબંધીની ટીકા કરી છે. મમતાએ ટ્વીટમાં લખ્યું હતું કે કાલા દિન. સરકારે નોટબંધી જેવો મોટો ગોટાળો કરીને દેશના લોકોને ડગો કર્યો છે. તેણે અર્થવ્યવસ્થા અને લાખો લોકોની જિંદગીને બરબાદ કરી છે. જે લોકોએ નોટબંધી કરી છે, લોકો તેને જરૂર સજા આપશે.

મનમોહન સિંહએ કહ્યું કે, નોટબંધીથી ભારતીય અર્થવ્યવસ્થા પર જે અસર પડી હતી, તે હાલ બધાની સામે છે. નોટબંધીએ દરેક વ્યક્તિને પ્રભાવિત કર્યો છે. પછી તે ભલે કોઈ પણ ધર્મ, જાતિ કે સંપ્રદાયનો કેમ ન હોય. એમ કેમ કહેવાય છે કે સમય જાય છે તેમ ઘા રુઝાતા જાય છે. પરંતુ નોટબંધીનો ઘા દિવસેને દિવસે વધતો જાય છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું છે કે નોટબંધીથી જીડીપીમાં ઘટાડો થયો છે. તેની બીજી પણ અસરો દેખાઈ રહી છે. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે નાના ધંધાઓને નોટબંધીએ સંપૂર્ણ રીતે તોડવાનું કામ કર્યું છે. અર્થવ્યવસ્થા સતત નબળી પડી રહી છે. જેની ખરાબ અસર રોજગાર પર પડી રહી છે. યુવાનોને નોકરીઓ નથી મળી રહી. ઈન્ફ્રાસ્ટ્રકચર માટે આપવામાં આવતી લોન પર પણ તેની અસર પડી છે. નોટબંધીને કારણ રૂપિયાનું સ્તર ઘટયું છે. જેના કારણે મેક્રો-ઈકોનોમિ પણ ખૂબ જ પ્રભાવિત થઈ છે.

એઆઈએમઆઈએમ નેતા અને સાંસદ અસુદ્દીન ઓવૈસીએ નોટબંધીને લઈને શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે નરેન્દ્ર મોદીની સંવેદનહીનતાએ લાખો લોકોની જીંદગી અને દેશની અર્થવ્યવસ્થાને બર્બાદ કરી છે. ઓવૈસીએ લખ્યું હતું કે 2019માં મોદી આપણને નોટબંધી ભૂલવાનું કહેશે. જેમ તેમણે અગાઉ ગુજરાતના વર્ષ 2002ના કોમી રમખાણોને ભૂલવાની વાત કહી હતી.

X
Demonetisation completeness two year, Congress criticize government
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી