પૂજા માટે 14 કલાકમાં 4 મુહુર્ત, સાંજે 6.08થી 8.05 સુધીનો સમય સર્વશ્રેષ્ઠ

દીવાળી પર 59 વર્ષ પછી શુક્ર, સૂર્ય, ચંદ્રમાંનો દુલર્ભ સંયોગ

Divyabhaskar.com | Updated - Nov 07, 2018, 02:01 PM
Delightful Diwali in ancient Mahakalakshmi temple

ભોપાલઃ આજે દિવાળી છે. 14 કલાકમાં તમે ચાર મુહુર્તમાં લક્ષ્મી પૂજન કરી શકો છો. લગ્નના હિસાબથી પૂજા માટે સાંજે 6.08 કલાકથી રાતના 8.05 કલાક સુધીનો સમય સર્વશ્રેષ્ઠ હોવાનું કહેવાઈ રહ્યું છે.

ચોઘડિયા પ્રમાણે સારા મુહુર્ત

ચલ
બપોરે 2.53થી 4.15
ફેકટ્રી, ઉદ્યોગ
લાભ બપોરે 4.15થી 5.36 વેપારી અને અન્ય
શુભ સાંજે 5.36થી 7.15 ગૃહસ્થ માટે
અમૃત
રાતે 7.15થી 8.54
વિદ્યાર્થીઓ માટે

લગ્ન પ્રમાણે સારા મુહુર્ત

પ્રદોષ કાલ
સાંજ 5.36થી 8.15
બધા માટે

વૃષભ સ્થિર લગ્ન
સાંજે 6.08થી 8.05 સારામાં સારું
સિંહ લગ્ન મધ્યરાત્રિ 12.38થી 2.54
ફેકટ્રી અને ઉદ્યોગ

દિવાળી પર 59 વર્ષ પછી શુક્ર, સૂર્ય, ચંદ્રમાંનો દુલર્ભ સંયોગ

જયોતિષાચાર્ય દામોદર પ્રસાદ શર્માના જણાવ્યા પ્રમાણે દિવાળી પર શુક્ર, સૂર્ય, ચંદ્રમાં તુલા રાશિમાં છે. જેનાથી માલવ્ય યોગ બને છે. જયારે બુધવાર અને બુહસ્પતિ વુશ્ચિક રાશિમાં, શનિ ધનુ રાશિ અને મંગળ કુંભ રાશિમાં છે. આ દિવાળી પર 59 વર્ષમાં બનેલો સારામાં સારો સંયોગ છે. આ દિવસે મહાલક્ષ્મીની પૂજા માટે 13 મિનિટનું સારામાં સારું મુહુર્ત રહેશે. જે સાંજે 6.20થી 6.33ની વચ્ચે હશે. તેમાં પ્રદોષ કાલ, વૃષ લગ્ન અને કુંભના સ્થિર નવમાંશ રહેશે.

વિશ્વમાં દિવાળી

- વિશ્વમાં 100 કરોડથી વધુ લોકો દિવાળી મનાવી રહ્યાં છે. 15 દેશોમાં આજે રજા રહશે.

- અમેરિકાના રાષ્ટ્રપતિ દિવાળી પર પાર્ટી આપશે. બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ન્યુઝીલેન્ડ સહિત 35 દેશોના રાષ્ટ્રધ્યક્ષ કાર્યક્રમોમાં હાજર રહેશે.

- દિવાળી પર 2016માં અમેરિકાએ પોસ્ટની ટિકિટ લોન્ચ કરી હતી. લગભગ બે મહિનામાં જ 1 લાખ 70 હજાર ટિકિટનું વેચાણ થયું હતું. યુએસ પોસ્ટલ સર્વિસના ઈતિહાસમાં તે બેસ્ટ સેલિંગ સ્ટેપ બની છે.

- મોટા ભાગના દેશો, સભ્યતાઓ અને ધર્મોમાં પ્રકાશનું ખુબ જ મહત્વ છે. વિશ્વમાં પ્રકાશ સંબધિત 60થી વધુ તહેવારો ઉજવવામાં આવે છે.

- નેધરલેન્ડ્સની ટ્વેન્ટે યુનિવર્સિટીના રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે રોશનીથી એકાગ્રતા વધે છે. તેની સ્વાસ્થ્ય અને મૂડ પર સકારાત્મક અસર થાય છે. આ સિવાય કુત્રિમ પ્રકાશમાં પણ આપણી કામ કરવાની ઝડપ વધે છે.

સરકારના સ્તર પરઃ સરકારને 2017-18માં ઈન્કમ ટેકસ (કંપની અને વ્યક્તિગત)માંથી 10.02 લાખ કરોડ રૂપિયા મળ્યા. 2012-13માં 5.59 લાખ કરોડ રૂપિયા અને 2008-09માં 3.34 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. એટલે કે 5 વર્ષમાં ટેકસ કલેકશન 79 ટકા અને 10 વર્ષમાં 200 વધ્યું છે.

કંપનીઓના સ્તર પર

- ટોપ 100 કંપનીઓનું વેલ્યુએશન 5 વર્ષમાં 44.9 લાખ કરોડ રૂપિયા વધ્યું. 5 વર્ષમાં 144 ટકાનો ગ્રોથ રહ્યો.

- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 8 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ વાળી દેશની પ્રથમ, ટીસીએસ બીજી કંપની બની છે. 1.6 લાખ કરોડ રૂપિયાના વેલ્યુએશનની સાથે ફ્લિપકાર્ટ સૌથી મોંઘું સ્ટાર્ટઅપ બન્યું છે.

લોકોના સ્તરની રીતે

- વેતન વૃદ્ધિઃ 2018માં વેતન વૃદ્ધિ 4.9 ટકા રહી. અર્જેન્ટીના(7.2 ટકા) પછી ભારત બીજા નંબર પર છે.

- આવકઃ 1,12,835 રૂપિયા પ્રતિ વ્યક્તિ થઈ. 5 વર્ષમાં 64 ટકા વધી.

- ઈન્કમ ટેકસઃ 2017-18માં રેકોર્ડ 6.85 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ થયું. જે ગત વર્ષની સરખામણીમાં 23 ટકા વધુ છે.

X
Delightful Diwali in ancient Mahakalakshmi temple
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App