દાવો / GSTની ખામીઓ કોંગ્રેસ શાસિત રાજયોને કારણે દૂર થઈઃ ચિંદમ્બરમ

Divyabhaskar.com

Jan 11, 2019, 05:36 PM IST
Correction in GST goes to Congress lead states' finance ministers says Chidambaram
X
Correction in GST goes to Congress lead states' finance ministers says Chidambaram

  • કોંગ્રેસના નાણાં મંત્રીઓની સક્રિય ભૂમિકાના કારણે લધુ અને મધ્યમ ક્ષેત્રને રાહત મળીઃ જેટલી
  •  જીએસટી પરીષદે ગુરૂવારે જીએસટીની છુટની સીમા બે ગણી કરી 40 લાખ કરી

મુંબઈઃ નાણાં મંત્રી અરૂણ જેટલીની આગેવાનીમાં ગુરૂવારે જીએસટી કાઉન્સિલે નાના વેપારીઓને રાહત આપી છે. આ મુદ્દા પર પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમનું કહેવું છે કે આ બધુ કોંગ્રેસના નાણાં મંત્રીઓના કારણે થઈ રહ્યું છે. ચિંદમ્બરમે શુક્રવારે કહ્યું કે તેમની પાર્ટીના શાસનવાળા રાજયોના નાણાંકીય મંત્રીઓની સક્રિય ભાગીદારી અને સમજદારીને કારણે જીએસટીમાં સરકારે કરેલી ખામીઓને દૂર કરવામાં આવી રહી છે.

કોંગ્રેસના નાણાં મંત્રીઓની સક્રિય ભૂમિકાના કારણે રાહત મળી

પૂર્વ નાણાં મંત્રીએ કહ્યું કે 6 કોંગ્રેસ રાજયોન નાણાં મંત્રીઓની સક્રિય ભાગીદારી અને સમજદારી ભરેલી સલાહના પગલે જીએસટી કાઉન્સિલ સરકાર દ્વારા થયેલી ખામીઓને સુધારી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગુરૂવારે લેવામાં આવેલા નિર્ણય એક હદ સુધી કોંગ્રેસના નાણાં મંત્રીઓએ કરેલી પહેલનું કારણ છે.
નાણાં મંત્રીએ દાવો કર્યો છે કે કોંગ્રેસના નાણાં મંત્રીઓની સક્રિય ભૂમિકાના કારણે લધુ અને મધ્યમ ક્ષેત્રને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે નાના કારોબારીઓને રાહત આપતા જીએસટી પરીષદે ગુરૂવારે જીએસટીની છુટની સીમા બે ગણી કરી 40 લાખ કરી છે.
આ સિવાય હવે દોઢ કરોડ રૂપિયા સુધીનો કારોબાર કરનારી કંપનીઓ એક ટકા દરથી GST કમ્પોઝિશન યોજનાનો લાભ ઉઠાવી શકશે. આ વ્યવસ્થા એક એપ્રિલથી લાગુ થશે. અગાઉ એક કરોડ રૂપિયા સુધીના કારોબાર પર આ સુવિધા પ્રાપ્ત થતી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી