જાણો કોંગ્રેસના એક દિવસના ભારત બંધના કારણે દેશને કેટલું થશે આર્થિક નુકસાન?

country has a big economic loss for the closed economy of one day in Bharat Bandh
country has a big economic loss for the closed economy of one day in Bharat Bandh
country has a big economic loss for the closed economy of one day in Bharat Bandh

ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અંતર્ગત રૂ. 12 લાખ કરોડની આવકનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. એટલે કે દર મહિને જીએસટીથી એક લાખ કરોડની આવકનો અંદાજ રાખવામાં આવ્યો છે. જ્યારે ગયા નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારને દર મહિને રૂ. 90 હજાર કરોડની આવક થઈ હતી.

divyabhaskar.com

Sep 10, 2018, 12:56 PM IST

નેશનલ ડેસ્ક: ભારતમાં પેટ્રોલની સતત વધતી જતી કિંમત અને ડોલર સામે રૂપિયો નબળો પડતો હોવાથી કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારનો વિરોધ કરવા માટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ભારત બંધથી સરકાર પર પ્રેશર વધારવામાં કેટલી સફળ થશે તે વિશે કહેવું મુશ્કેલ છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, દેશને એક દિવસ બંધ રાખવાથી સૌથી વધારે અસર દેશની આર્થિક વ્યવસ્થાને થશે.

કેન્દ્ર સરકારની આવકને થશે નુકસાન


- ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અંતર્ગત રૂ. 12 લાખ કરોડની આવકનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. એટલે કે દર મહિને જીએસટીથી એક લાખ કરોડની આવકનો અંદાજ રાખવામાં આવ્યો છે. જ્યારે ગયા નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારને દર મહિને રૂ. 90 હજાર કરોડની આવક થઈ હતી.
- ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારની એક દિવસની જીએસટીની આવક અંદાજે 3,333 કરોડ છે. તેથી ભારત બંધના કારણે દેશને આ નુકસાન સહન કરવું પડશે.
- દેશમાં જીએસટીનો દર (5%, 12%, 18%, 28%)થી સરકારને રૂ, 3,333 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. તે ઉપરાંત દેશમાં એક દિવસનો વેપાર બંધ થઈ જતા સંગઠિત ક્ષેત્રના વેપારીઓને થતું નુકસાન દેશની આવકના નુકસાન કરતાં ઘણું વધારે હોય છે.

આર્થિક વ્યવસ્થાને કેવી રીતે થાય છે નુકસાન?


વેપાર-ધંધાને એક દિવસમાં કેટલું નુકસાન થાય છે? આ સવાલ જેટલો સરળ છે તેની ગણતરી તેટલી જ મુશ્કેલ છે. ભારત બંધથી રોજ ફેકટરીઓમાં થતું ઉત્પાદન, શેરબજારમાં શેરની ખરીદી અને વેચાણ, રિયલ એસ્ટેસ સેક્ટરમાં થતું કામ-કાજ, મોલથી લઈને નાના કરિયાણાની દુકાનમાં થતું વેચાણ અને તેની આવક, સરકારીથી લઈને ખાનગી ક્ષેત્રની ઓફિસના કામકાજ સહિત ટૂરિઝમ, બેન્કિંગ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રેને સીધી અસર થાય છે.

આ પહેલાં ભારત બંધમાં દેશને કેટલું થયું છે નુકસાન

સપ્ટેમ્બર 2015માં દેશના ટ્રેડ યુનિયનોએ એક દિવસ બંધનું એલાન કર્યું હતું. આ એક દિવસના બંધમાં દેશની બેંકિંગ વ્યવસ્થા સહિત ટ્રાંસપોર્ટેશન અને અન્ય સેવાઓ ઘણી ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. આ એક દિવસના બંધ પછી ચેમ્બર ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII)એ આંકલન કર્યું હતું કે દેશની અર્થવ્યવસ્થાને કુલ 25 હજાર કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું.

એક વખત ફરી સપ્ટેમ્બર 2016માં સેન્ટ્રલ ટ્રેડ યુનિયને એક દિવસના ભારત બંધનું એલાન કર્યું હતું. આ એક દિવસ દરમિયાન દેશભરમાં ટ્રાંસપોર્ટ, મેન્યુફેકચરિંગ અને બેંકિંગ સેવા ખરાબ રીતે પ્રભાવિત થયા હતા અને ઈન્ડસ્ટ્રી ચેમ્બર એસોચેમે આ એક દિવસના બંધથી અર્થવ્યવસ્થાને 18 હજાર કરોડ રૂપિયાના નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કર્યો હતો.

તો જાન્યુઆરી 2018માં દલિત સંગઠનોએ એક દિવસના મહારાષ્ટ્ર બંધનું આહ્વાન કર્યું અને બંધ દરમિયાન જ્યાં રાજ્યમાં વેપાર સહિત ટ્રાંસપોર્ટેશન સંપૂર્ણ રીતે ઠપ પડી ગયું હતું. તો બંધમાં હિંસાને કારણે રાજ્યની સંપત્તિને મોટું નુકસાન થયું હતું. આ બંધ પછી રાજ્યમાં રીટેઈલ વેપારે 700 કરોડ રૂપિયાના નુકસાનનો દાવો કર્યો હતો તો રાજ્યની હોટલ અને રેસ્ટોરન્ટે 100 કરોડ રૂપિયાથી વધુના નુકસનાનો દાવો કર્યો હતો.

હાલમાં જ જુલાઈ 2018માં દેશમાં 8 દિવસ સુધી ટ્રક ચાલકોની હડતાળ રહી. આ આઠ દિવસ દરમિયાન અર્થવ્યવસ્થાને લગભગ 50 હજાર કરોડ રૂપિયાનું નુકસાનનો અંદાજ કાઢવામાં આવ્યો. આ હડતાળને કારણે 20 જુલાઈથી લઈને 29 જુલાઈ સુધી દેશભરમાં લગભગ 90 લાખ ટ્રકના પૈડાં થંભી ગયા જેની સીધી અસર સરકારી અને ખાનગી ક્ષેત્રના કામકાજની સાથે દેશમાં ખાવાપીવાની વસ્તુઓથી લઈને ફેક્ટરીના ઉત્પાદન પર પડી. માત્ર ટ્રકની હડતાળની અર્થવ્યવસ્થાને દરરોજ 6થી 7 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

X
country has a big economic loss for the closed economy of one day in Bharat Bandh
country has a big economic loss for the closed economy of one day in Bharat Bandh
country has a big economic loss for the closed economy of one day in Bharat Bandh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી