સેટલમેન્ટ / આઈટી કંપની કોગનિજેન્ટ લાંચના કેસની પતાવટ માટે અમેરિકાને 178 કરોડ ચૂકવશે

Divyabhaskar.com | Updated - Feb 16, 2019, 01:45 PM
cognizant fined in us for india bribery case charges 2 former top executives
X
cognizant fined in us for india bribery case charges 2 former top executives

  • 2014માં ભારતમાં નવી ઓફિસ ખોલવાની મંજૂરી મેળવવા માટે લાંચ આપવાનો મામલો
  • યુએસના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ નક્કી કર્યા, કેસથી બચવા માટે કોગનિજન્ટ પેમેન્ટ કરશે
  • આ મામલામાં કોગનિજેન્ટના પૂર્વ પ્રેસિડેન્ટ ગાર્જન કોબર્ન, પૂર્વ ચીફ લીગલ ઓફિસર એસ શૈવાર્ટઝ આરોપી 

 
 

મુંબઈઃ અમેરિકાની આઈટી કંપની કોગનિજેન્ટ ભારતમાં લાંચ આપવાના મામલામાં અમેરિકાની સરકારને 177.5 કરોડ રૂપિયા(2.5 કરોડ ડોલર) ચૂકવશે. તેમાં 134.9 કરોડ રૂપિયા ડિસ્ગાજમેન્ટ અને વ્યાજના, જયારે 42.6 કરોડ રૂપિયાનો દંડ સામેલ છે. આ મામલામાં અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે શુક્રવારે કોગનિજેન્ટના 2 પૂર્વ અધિકારીઓની વિરુદ્ધ આરોપી નક્કી કર્યા છે.

 

14.2 કરોડ રૂપિયાની લાંચ અપાઈ હતી

1.કોગનિજન્ટના પૂર્વ પ્રેસિડેન્ટ ગાર્જન કોબર્ન અને પૂર્વ ચીફ લીગલ ઓફિસર સ્ટીવન શૈવાર્ટઝ પર અમેરિકાના ફોરન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ(એફસીપીએ)ના ઉલ્લંઘનનો આરોપ છે. જોકે, કેસથી બચવા માટે સેટલમેન્ટ અંતર્ગત કોગનિજન્ટ અમેરિકાની સરકારને રકમની ચૂકવણી કરવા તૈયાર છે.
2.

આરોપો મુજબ બંને અધિકારીઓએ 2014માં તામિલનાડુંના સરકારી અધિકારીઓને લગભગ 14.2 કરોડ રૂપિયા (20 લાખ ડોલર)ની લાંચ આપી હતી. ચેન્નાઈમાં નવી ઓફિસ બનાવવાની મંજૂરી પ્રાપ્ત કરવા માટે આ રકમ આપવામાં આવી હતી.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App