તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Infosysના CFO એમડી રંગાનાથે આપ્યું રાજીનામું, 18 વર્ષથી કંપનીમાં હતા સક્રિય | Chief Financial Officer Of Infosys M D Ranganath Resigned

Infosysના CFO એમડી રંગાનાથે આપ્યું રાજીનામું, 18 વર્ષથી કંપનીમાં હતા સક્રિય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ આઇટી સેક્ટરની મોટી કંપની ઇન્ફોસીસે જણાવ્યું છે કે તેમના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (સીએફઓ) એમડી રંગાનાથે કંપનીમાંથી રાજીનામું આપ્યું છે. કંપનીએ ઇશ્યુ કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે રંગાનાથ છેલ્લા 18 વર્ષથી ઇન્ફોસીસની સાથે કામ કરતા હતા અને તેમણે નવા ક્ષેત્રોમાં પ્રોફેશનલ મહેચ્છાઓને આગળ વધારવા માટે કંપની છોડી છે. રંગાનાથ તેમના હાલના પદ પર 16 નવેમ્બર 2018 સુધી રહેશે. કંપનીએ એવું પણ કહ્યું છે કે બોર્ડે તાત્કાલિક રીતે નવા સીએફઓની શોધ ચાલુ કરી દીધી છે.

 

નંદન નીલેકણીએ કરી પ્રશંસા


બોર્ડના ચેરમેન નંદન નીલેકણીએ કહ્યું કે છેલ્લા 18 વર્ષ દરમિયાન રંગાએ ઇન્ફોસીસની ગ્રોથ અને સફળતામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. કંપનીમાં પોતાના લાંબા કાર્યકાળ દરમિયાન તેમણે અનેક લીડરશિપ રોલમાં કામ કર્યું છે અને દરેક ભૂમિકામાં સફળ પરિણામો આપ્યા છે.

 

રંગનાથે શું કહ્યું

 

રંગાનાથે કહ્યું કે ઇન્ફોસીસમાં 18 વર્ષ સુધી સફળતાપૂર્વક કામ કર્યું જેમાં છેલ્લા 3 વર્ષથી સીએફઓની પોઝિશન પણ સામેલ છે, હવે નવા ક્ષેત્રોમાં પ્રોફેશનલ સંભાવના વધારવાની યોજના બનાવી રહ્યો છું. તેમણે એવું પણ જણાવ્યું કે મને ગર્વ છે કે છેલ્લા 3 વર્ષમાં કંપની મુશ્કેલ સમય પસાર કરી રહી હતી પરંતુ અમે સતત ફાઇનાન્શિયલ રીપોર્ટિંગનું હાઇ સ્ટાન્ડર્ડ જાળવી રાખીને વર્લ્ડ ક્લાસ ફાઇનાન્સ ટીમ તથા સ્ટેક હોલ્ડર્સીન વેલ્યુ વધારવાનું કામ કર્યું છે.

 

2015માં બન્યા હતા સીએફઓ


રંગાનાથે સીએફઓ પદ 2015માં સંભાળ્યું હતું. તે સમયે તેઓ રાજીવ બંસલના સ્થાને આવ્યા હતા. ઇન્ફોસીસની લીડરશિપ ટીમમાં રંગાનાથની મહત્ત્વની ભૂમિકા રહી હતી. તેમણે કન્સલ્ટન્સી, ફાઇનાન્સ, સ્ટ્રેટેજી, રિસ્ક મેનેજમેન્ટ અને એમએન્ડએમમાં લીડરશિપની ભૂમિકા ભજવી હતી.

અન્ય સમાચારો પણ છે...