- 54,548 રિયલ એસ્ટેટ કંપનીઓમાંથી 51670નું પાન ઉપલબ્ધ નથી
- 840 કંપનીઓમાંથી 159 ઈન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરી રહી ન હતી
- 2013-14થી 2016-17 સુધીના એસેસમેન્ટનું ઓડિટ કરવામાં આવ્યું
નવી દિલ્હીઃ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ(આરઓસી)ની પાસે 95 ટકા રિયલ એસ્ટેટ કંપનીઓના પાનની જાણકારી નથી. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ)ના રિપોર્ટમાં આ વાત બહાર આવી છે. મંગળવારે સંસદમાં કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
19% કંપનીઓએ રિટર્ન ભર્યું નથી
1.કેગનું કહેવું છે કે માત્ર 12 રાજયોની રિયલ એસ્ટેટ કંપનીઓ વિશે રિજસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસેથી આ માહિતી મળી શકી છે. ઓડિટ માટે ઉપલબ્ધ કુલ 54,578 કંપનીઓમાંથી 51,670(95 ટકા)ના પાનની માહિતી આરઓસી પાસેથી મળી શકી નથી.
2.ઓડિટરોના જણાવ્યા પ્રમાણે આરઓસી પાસેથી મળેલી માહિતીના આધારે આ ઓડિટ કરવું મુશ્કેલ હતું કે રિઅલ એસ્ટેટ કંપનીઓએ રિટર્ન દાખલ કરી રહી છે કે નહિ. 840 કંપનીઓમાંથી 159(19 ટકા) એવી કંપનીઓ પ્રાપ્ત થઈ છે, જેણે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી.
3.કેગનું કહેવું છે કે ઈન્કમ ટેક્સ વિભાગની પાસે એવી કોઈ મિકેનિઝ્મ નથી કે જેનાથી એ સુનિશ્ચિત થઈ શકે કે તમામ રજિસ્ટર્ડ કંપનીઓના પાનની માહિતી ઉપલબ્ધ થાય અને તે નિયમિત રિટર્ન ફાઈલ કરે.
4.કેગે આ અંગે વધુમાં જણાવ્યું છે કે આરઓસીની પાસે જયારે કોઈ કંપનીનું રજીસ્ટ્રેશન થાય ત્યારે તેના પાનની અરજી ઈન્કમ ટેક્સ વિભાગની પાસે તરત જ દાખલ થવી જોઈએ. આ જ રીતે જયારે કોઈ નવી કંપનીને પાન ઈસ્યું કરવામાં આવે તો તરત જ આરઓસીની પાસે અપડેશન માટે પહોંચી જાવું જોઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટોરેટ ટેક્સીસ(સીબીડીટી) અને કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી આવી વ્યવસ્થા કરી શકે છે.
5.કેગે વધુમાં જણાવ્યું છે કે એન્યુઅલ રિપોર્ટ દાખલ કરતી વખતે કંપનીઓ માટે આઈટીઆરની કોપી જમા કરાવી અનિવાર્ય કરવામાં આવે તે જરૂરી છે. કેગના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ઈન્કમ ટેક્સ વિભાગે 2013-14થી 2016-17 સુધીમાં રિયલ એસ્ટેસ સેકટરની 78,647 કંપનીઓનું એસેસમેન્ટ કર્યું છે. તેમાંથી 17,155નો એસેસમેન્ટ રેકોર્ડ કેગે તપાસ્યો છે. તેમાંથી 1,183 મામલાઓમાં ભૂલો મળી છે.
6.ઈન્કમ ટેક્સ વિભાગની ભૂલોના કારણે સરકારને 6,093.71 કરોડ રૂપિયાના ટેક્સનું નુકસાન થયું છે. કેગનું કહેવું કે ઈન્કમ ટેક્સ વિભાગને આવી ભૂલો શોધીને તેને સુધારવાની જરૂરીયાત છે. કેગના જણાવ્યા પ્રમાણે ઈન્કમ ટેક્સ વિભાગની પાસે તે નક્કી કરવા માટે પૂરતી સિસ્ટમ પણ નથી કે હાઈ વેલ્યુ વાળી પ્રોપર્ટીના વિક્રેતા રિટર્નમાં માહિતી આપે. વિભાગ ટેક્સ વસુલીની સીમા વધારવા માટે થર્ડ પાર્ટી ડેટાનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યું ન હતું.