મુશ્કેલીઓ / Tiktok પર મૂકવામાં આવેલા પ્રતિબંધથી રોજનું 3.5 કરોડનું નુકસાન, 250 જોબ પર ખતરો

Bytedance says India TikTok ban causing $500,000 daily loss
X
Bytedance says India TikTok ban causing $500,000 daily loss

  • બાઈટડાન્સને રોજનું 5 લાખ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે
  • કંપનીમાં 250થી વધુ નોકરીઓ ખતરામાં પડી છે

Divyabhaskar.com

Apr 23, 2019, 06:45 PM IST
નવી દિલ્હીઃ ભારતમાં ચીનની વિડિયો એપ ટિક ટોક પર મૂકવામાં આવેલા પ્રતિબંધથી તેની પેરન્ટ કંપની બીજિંગ વાઈટડાન્સ ટેકનોલોજી કંપનીને રોજ 5 લાખ ડોલર(3.5 કરોડ રૂપિયા)નું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત કંપનીમાં 250થી વધુ નોકરીઓ ખતરામાં પડી ગઈ છે. એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, કંપનીએ કોર્ટ ફાઈલિંગમાં આ માહિતી આપી છે.

વિશ્વની સૌથી લોકપ્રિય એપ પૈકીની એક

ટિક ટોક પર યુઝર્સ સ્પેશિયલ ઈફેકટ્સની સાથે પોતાના શોર્ટ વિડિયો તૈયાર કરીને શેર કરી શકે છે. આ એપ્સ વિશ્વની સૌથી લોકપ્રિય એપ્સમાંથી એક છે. એનાલિટિક ફર્મ સેંસર ટાવરના જણાવ્યા પ્રમાણે, તેને ભારતમાં અત્યાર સુધીમાં 30 કરોડ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપ વિશ્વભરમાં 100 કરોડથી વધુ ડાઉનલોડ થઈ ચુકી છે.
આ મહિનાની શરૂઆતમાં મદ્રાસ હાઈકોર્ટે તેના ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. તેનું કારણે આપતા કોર્ટે પોનોગ્રાફીને પ્રોત્સાહન મળતું હોવાની વાત કહી હતી. બાદમાં આઈટી મિનિસ્ટ્રીના આદેશ પર કામગીરી કરતા એપ્પલ ઈન્ક અને આલ્ફાબેટના ગુગલે તેના ઈન્ડિયા એપ સ્ટોર્સ પરથી ટિક ટોકને હટાવી દીધી હતી.
આ કાર્યવાહીથી બાઈટડાન્સની ભારતમાં ગ્રોથની યોજનાને ઝાટકો લાગ્યો છે. બાઈટડાન્સમાં જાપાનની સોફટબેન્ક ગ્રુપે રોકાણ કર્યું છે. વિશ્વની સૌથી વધુ વેલ્યુવાળા સ્ટાર્ટઅપ્સમાં સામેલ બાઈટડાન્સનું વેલ્યુએશન લગભગ 75 અબજ ડોલર માનવામાં આવે છે. રોયટર્સના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે કંપનીની હોન્ગકોન્ગમાં લિસ્ટિંગની પણ યોજના છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી