વખાણ / અઝીમ પ્રેમજીના પરોપકારથી બિલ ગેટ્સ થયા પ્રેરિત, કહ્યું- આની મોટી અસર થશે

Bill Gates inspired by Azim Premji's philanthropy, says his contribution make a impact
X
Bill Gates inspired by Azim Premji's philanthropy, says his contribution make a impact

  • વિપ્રોના ચેરમેન પ્રેમજીએ થોડા દિવસ પહેલાં રૂ. 52,750 કરોડના શેરનું દાન કરવાની જાહેરાત કરી હતી
  • પ્રેમજી તેમના ફાઉન્ડેશન દ્વારા પરોપકાર માટે અત્યારસુધી રૂ. 1.45 લાખ કરોડ દાન કરી ચૂક્યા છે

divyabhaskar.com

Mar 25, 2019, 01:16 PM IST

વોશિંગ્ટન: અઝીમ પ્રેમજીની પરોપકારવૃત્તિથી દુનિયાના સૌથી મોટા દાતાઓમાં સામેલ બિલ ગેટ્સ પણ તેમનાથી પ્રેરિત છે. માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે ટ્વિટ કરીને આ વાત કરી છે. તેમણે કહ્યું છે કે, પ્રેમજીનું યોગદાન ઘણું અસરકારક સાબીત થશે. પ્રેમજીએ થોડા સમય પહેલાં વિપ્રોમાં તેમની શેર હોલ્ડિંગ કરતા વધુ 34 ટકા પરોપકાર માટે દાન કરવાની જાહેરાત કરી હતી. કિંમત પ્રમાણે આ રકમ 52,750 કરોડ રૂપિયા થાય છે.

1. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનથી 5 વર્ષમાં 150 એનજીઓને ફંડ મળે છે
પ્રેમજી દેશની ત્રીજી સૌથી મોટી આઈટી કંપની વિપ્રોના ચેરમેન છે. તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા દાન કરતા હોય છે. અત્યાર સુધી તેઓ આ ફાઉન્ડેશન દ્વારા રૂ. 1.45 લાખ કરોડનું દાન કરી ચૂક્યા છે. ડિસેમ્બર 2018માં વિપ્રોમાં પ્રમોટર ગ્રૂપનો હિસ્સો 74.3 ટકા છે.
સમાજસેવા માટે બનાવવામાં આવેલું અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન ખાસ શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે. તેમનો હેતુ પબ્લિક સ્કૂલિંગ સિસ્ટમને સુધારવાની છે. ફાઉન્ડેશન આ ક્ષેત્રે કામ કરનાર ઘણી એનજીઓને મદદ કરે છે.
અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન કર્ણાટક, ઉત્તરાખંડ, રાજસ્થાન, છત્તીસગઢ,પોંડિચેરી, તેલંગાણા, મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વી રાજ્યોમાં સક્રિય છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા 5 વર્ષમાં 150થી વધારે એનજીઓને ફંડ આપવામાં આવ્યું છે. અત્યારે હાલ અંદાજે 1600 લોકો આ સંસ્થા માટે ફિલ્ડ વર્ક કરી રહ્યા છે.
આ ફાઉન્ડેશન બેંગલુરુમાં અઝીમ પ્રેમજી નામની યુનિવર્સિટી પણ ચલાવે છે. ટૂંક સમયમાં જ આ યૂનિવર્સિટીને5 હજાર વિદ્યાર્થીઓ અને 400 શિક્ષકોની ક્ષમતા વાળી બનાવવામાં આવશે. ત્યારપછી ઉત્તર ભારતમાં પણ એક યુનિવર્સિટી શરૂ કરવાની યોજના છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી