Home » Business » Latest News » Beaware food from favorite restaurant can increase the premium

હેલ્થ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ વધારી શકે છે મનપસંદ હોટલનું ભોજન, કંપનીઓની નજર છે યુઝર ડેટા પર

Divyabhaskar.com | Updated - Nov 10, 2018, 12:44 PM

સ્વાસ્થ્યની કરન્ટ સ્થિતિના આધારે હાલ નક્કી થાય છે હેલ્થ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ

 • Beaware food from favorite restaurant can increase the premium

  નવી દિલ્હીઃ પિત્ઝા કે મનપસંદ ફૂડ ઓર્ડરની એપ્સમાં સ્ટોર ડેટા અને હાથમાં બાધેલા ફેટનેસ બેન્ડને તો એક બીજા સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ તેનાથી ઝડપથી તમારા હેલ્થ ઈન્શ્યુરન્સનું પ્રીમયમ વધી શકે છે. તેનું કારણ એ છે કે આ બંનેમાંથી નીકળેલા તમારા ડેટા, એ બાબત જણાવશે કે ભવિષ્યમાં તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે ? હાલ કંપનીઓ માત્ર હાલના સ્વાસ્થ્યના આધાર પર હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસી આપે છે. હેલ્થ ડેટા મળ્યા બાદ કંપનીઓ જે લોકોનું સ્વાસ્થ્ય વધુ જોખમકારક લાગશે, તેમનું પ્રીમિયમ વધારશે અને પોતાનું જોખમ ઓછું કરશે.

  હેલ્થ ડેટા મેળવવા માટે આ રીતો પર કામ કરી રહી છે વિમા કંપનીઓ

  મોંઘા ઈલાજ, વધતી ઈન્કમ અને જાગ્રૃતતાથી હેલ્થ ઈન્શ્યુરન્સ સેકટર વાર્ષિક 26 ટકાના દરથી વધી રહ્યું છે. હાલ સ્થિતિ એ છે કે મોટાભાગની હેલ્થ ઈન્શ્યુરન્સ કંપનીઓની પાસે ગ્રોહકોના હેલ્થ રેકોર્ડનો કોઈ ડેટા નથી. આ કારણે આ કંપનીઓ ગ્રાહકોના સતત બદલાઈ રહેલા સ્વાસ્થ્યને ટ્રેક નથી કરી શકતી. એવામાં આ સેકટરની ઘણી મોટી કંપનીઓ હવે હેલ્થકેર પ્રોવાઈડર્સ, ડાયગ્નોસ્ટિક લેબ, ફિટનેસ ગેજેટ અને વિયરેબલ ડિવાઈસ બનાવનારી કંપનીઓ સિવાય ઓનલાઈન હેલ્થકેર પ્લેટફોર્મથી ડેટા શેયરિંગ પર ફોકસ કરી રહી છે. કંપનીઓ આવનારા દિવસોમાં ફૂડ ડિલિવરી એપ્સથી પણ ડેટા લઈ શકે છે. તેનાથી વિમા કંપનીઓને તમારી સંપૂર્ણ હેલ્થ પ્રોફાઈલ બનાવવામાં મદદ મળશે.

  અલગ-અલગ પ્લેટફોર્મ આ રીતે ખોલી શકે છે તમારા સ્વાસ્થ્યનો ખજાનો

  હેલ્થકેર પ્રોવાઈડર્સઃ જેવા કે-ક્લિનિક, હોસ્પિટલ અને ડાયગ્નોસ્ટિક/પેથોલોજી લેબ
  કઈ રીતનો ડેટાઃ સામાન્ય ચેકઅપ, હાલની બિમારી, ઈલાજ, દવાઓનો ડેટા, બ્લડ ટેસ્ટ રિપોર્ટ, ગંભીર બિમારીઓ સાથે સંકળાયેલી તપાસ, ભવિષ્યમાં થનારી બિમારીની શકયતાઓ.

  ફિટનેસ બેન્ડ/એપ/ગેજેટઃ જેવા કે ફિટબિટ, એમઆઈ બેન્ડ, એપલ વોચ જેવા ગેઝેટ
  કઈ રીતનો ડેટાઃ કોઈ બિમારીની સારવાર કરાવી હોય કે પછી કોઈ ખાસ બિમારીનો ઈલાજ, દવા કે એક્સપર્ટ ડોકટર પાસેથી સલાહ લીધી હોય.


  ફૂડ ડિલિવરી એપઃ જેવી કે જોમેટો, ઉબર ઈટસ, ફુડ પન્ડા, સ્વિગી


  કયા પ્રકારનો ડેટાઃ મોટાભાગે કયા પ્રકારના ખાવાનાનો ઓર્ડર કરો છો, પિત્ઝા, બર્ગર જેવી વધુ કેલેરી વાળા જન્ક ફુડ કેટલું ખાવ છો ? આ પ્રકારનું ખાવાનું ખાવાથી કોઈ ખાસ પ્રકારની બિમારી થવાની શકયતા કેટલી હોઈ શકે છે ?

  ટેકનોલોજીથી ભવિષ્યમાં હેલ્થ કેવી રહેશે તેનું અનુમાન લગાવી શકો છોઃ પ્રેસિડન્ટ, બજાજ એલિયાન્સ

  બજાજ એલાયન્સ હેલ્થ ઈન્શ્યોરન્સના પ્રેસિડન્ટ સાઈ શ્રીનિવાસના જણાવ્યા પ્રમાણે, હેલ્થ ઈન્શ્યુરન્સ પોલીસી લેવા માટે હાલ જે તપાસ થાય છે, તેનાથી માત્ર એટલું જાણી શકાય છે કે કોઈ વ્યક્તિ પોલીસી લેતી વખતે હેલ્ધી છે કે કેમ. તેના આધારે પ્રિમયમ અને કવર નક્કી થાય છે. આપણને એ બાબતની જાણકારી હોતી નથી કે ભૂતકાળમા તેની હેલ્થ કેવી હતી. અને અગામી દિવાસોમાં તેનું હેલ્થ કેવું રહેશે.

  ડેટાની પ્રાઈવસી અંગે તસ્વીર સ્પષ્ટ નથી

  હેલ્થ ઈન્શ્યોરન્સ સેકટરમાં યુઝર ડેટાનો ઉપયોગ, તેની સુરક્ષા અને પ્રાઈવસી સાથે જોડાયેલા રેગ્યુલેશન પર હાલ તસવીરો સ્પષ્ટ નથી. જુલાઈ 2018માં વિમા ક્ષેત્રની નિયામક સંસ્થા વિમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણે જરૂરી ભલામણો કરી હતી. જોકે કોઈ નિયમ બનાવવા જેવા કોઈ પગલા ભર્યા નથી. આ સિવાય યુઝર ડેટાની ગોપનીયતા સાથે જોડાયેલા બે મુખ્ય બિલો હજી સુધી અટકેલા છે. તેમાં ડિજિટલ ઈન્ફોર્મેશન સિક્યોરિટી ઈન હેલ્થકેર એકટ (દિશા)નું ડ્રાફટ અને પર્સનલ ડેટા પ્રોટેકશ બિલ સામેલ છે.

  હેલ્થ સ્કોરિંગ માટે યુઝર ડેટાના ઉપયોગને લઈને હાલ કોઈ કાયદાકીય રૂપરેખા નક્કી નથી

  ઈન્ડસ લો ફર્મમાં પાર્ટનર નમિતા વિશ્વનાથના જણાવ્યા પ્રમાણે હાલ દેશના કાયદામાં હેલ્થ સ્કોરિંગ માટે યુઝર ડેટાના ઉપયોગને લઈને કોઈ પણ રૂપરેખાનો પ્રાવધાન નથી. હેલ્થ ઈન્શ્યોરન્સ માટે યુઝર ડેટાના આધાર પર કેટેગરી બનાવવામાં આવે છે તો તેના માટે ખૂબ જ બારીકાઈ અને ગંભીરતાથી કામ કરવું પડશે. કારણ કે તેના આધારે પોલિસીમાં મળનારી સુવિધા અને પ્રીમિયમ નક્કી થશે.

  સરકારી હેલ્થ ડેટાબેઝ બનાવવાની ગતિ ધીમી

  2016-17માં સરકારે સમગ્ર દેશનો હેલ્થ ડેટા એક જગ્યાએ ઉપલબ્ધ કરાવવા માટે એકીકૃત સ્વાસ્થ્ય સૂચના પ્લેટફોર્મ (આઈએચઆઈપી) બનાવવાની યોજના બનાવી હતી. આ અંતર્ગત તમામ ડોક્ટરો, ક્લિનિકો અને હોસ્પિટલોનું ડિજિટલ નેટવર્ક તૈયાર કરવાનું હતું, જે એક મોટો પડકાર છે. જેનો એક ડ્રાફટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ઈલેકટ્રોનિક હેલ્થ રેકોર્ડ તૈયાર કરવાની માહિતી આપવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ