હડતાલ / સરકારી બેન્કોના કર્મચારીઓની હડતાલના પગલે બેન્કો 8-9 જાન્યુઆરીએ બંધ રહેશે

Bank unions call for two day strike on january 8 and 9
X
Bank unions call for two day strike on january 8 and 9

  • સરકારની કથિત કર્મચારી વિરોધી નીતીઓના વિરોધમાં 10 કેન્દ્રીય શ્રમિક સંગઠનોએ આ નિર્ણય લીધો
  • ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈઝ એસોસિએશન(AIBEA)અને બેન્ક એમ્પલોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI)ની રાષ્ટ્રવ્યાપી હડતાળ
  • બેન્ક કર્મચારીઓની હડતાળને કારણે ડિસેમ્બરમાં બેન્ક 5 દિવસ બંધ રહી 

 

Divyabhaskar.com

Jan 07, 2019, 02:17 PM IST
નવી દિલ્હીઃ સરકારી બેન્કોના કેટલાક કર્મચારીઓ 8 અને 9 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળમાં ભાગ લેવાના છે. આ કારણે જો તમારે પણ અગામી બે દિવસ એટલે કે 8 અને 9 જાન્યુઆરીએ બેન્ક સાથે જોડાયેલું કોઈ કામ હોય તો તેને આજે જ પતાવી દેજો. ઉલ્લેખનીય છે કે બેન્ક કર્મચારીઓની હડતાળને કારણે ડિસેમ્બરના છેલ્લા 10 દિવસમાં બેન્ક 5 દિવસ બંધ રહી હતી. આ કારણે સરકારી બેન્કોના કામકાજને અસર થઈ હતી. ડિસેમ્બર બાદ જાન્યુઆરીમાં પણ સરકારી બેન્કોના કર્મચારીઓએ હડતાળ પર જવાની જાહેરાત કરી છે.

કામકાજ પ્રભાવિત થવાની શકયતા

1.સરકારની કથિત કર્મચારી વિરોધી નીતીઓના વિરોધમાં 10 કેન્દ્રીય શ્રમિક સંગઠનોએ આ નિર્ણય લીધો છે. આઈડીબીઆઈ બેન્કે મુંબઈ શેરબજારને જણાવ્યું કે ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈઝ એસોસિએશન(AIBEA)અને બેન્ક એમ્પલોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI)એ 8 અને 9 જાન્યુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાળ વિશે ઈન્ડિયન બેન્ક એસોસિએશનને જાણ કરી છે.
2.બેન્ક ઓફ બરોડાએ મુંબઈ શેરબજારને અલગથી સૂચના આપી છે કે 8 અને 9 જાન્યુઆરીએ એઆઈબીઈએ અને બીઈએફઆઈની હડતાલના કારણે કેટલાક ક્ષેત્રોની બેન્કોની બ્રાન્ચોમાં કામ કાજપ્રભાવિત થઈ શકે છે. 10 કેન્દ્રીય શ્રમિક સંગઠનો ઈટક, એટક, એચએમએસ, સીટૂ, એઆઈયુટીયૂસી, યુટીયૂસી, ટીયૂસીસી, એલપીએફ અને સેવાએ 8 અને 9 જાન્યુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.
3.

ભારતીય મજદૂર સંધ(બીએમએસ) સાથે સંલગ્ન બેન્કિંગ યૂનિયન આર્ગેનાઈઝેશન ઓફ બેન્ક વર્કર્સ(એનઓબીડબલ્યુ)ના ઉપાધ્યક્ષ અશ્વિન રાણાએ કહ્યું કે બીએમએસ આ હડતાળમાં સામેલ નથી કારણ કે  રાજકીય હડતાળ છે. આ કારણે એનઓબીડબલ્યુ સાથે સંબધિત અન્ય યુનિયનો હડતાળમાં સામેલ નહી થાય. આ દરમિયાન તમારે કેશની તંગીનો સામનો કરવો પડી શકે છે. એવામાં કેશની વ્યવસ્થા પહેલેથી જ કરી લો. ઉલ્લેખનીય છે કે હડતાળવાળા દિવસે માત્ર સરકારી બેન્કો જ બંધ રહેશે. જો તામારું કોઈ પ્રાઈવેટ બેન્કમાં એકાઉન્ટ છે તો તમે અહીં સરળતાથી લેણદેણ કરી શકો છો.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી