પરોપકાર / અઝીમ પ્રેમજી રૂ. 52,750 કરોડનાં શેરનું દાન કરશે, અત્યાર સુધીમાં 1.45 લાખ કરોડનું દાન આપી ચૂક્યા

Azim premji earmarks economic benefits of 34 pc of his wipro shares to philanthropy
X
Azim premji earmarks economic benefits of 34 pc of his wipro shares to philanthropy

  • વિપ્રોના ચેરમેન પ્રેમજી તેમના શેરહોલ્ડિંગનો 34 ટકા હિસ્સો પરોપકાર માટે આપશે
  • અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનની મદદથી પરોપકારનું કામ કરે છે 

Divyabhaskar.com

Mar 14, 2019, 04:26 PM IST
બેંગલુરુઃ અઝીમ પ્રેમજીવિપ્રોમાં પોતાના શેરહોલ્ડિંગના વધારાના 34 ટકા હિસ્સાને પરોપકાર માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે. રકમની રીતે જોઈએ તો 52,750 કરોડ રૂપિયા થાય છે. પ્રેમજી દેશની ત્રીજા સૌથી મોટી આઈટી કંપની વિપ્રોના ચેરમેન છે. તે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા પરોપકારનું કામ કરે છે. તે અત્યાર સુધીમાં 1.45 લાખ કરોડ રૂપિયા આપી ચૂક્યા છે. ડિસેમ્બર 2018માં વિપ્રોમાં પ્રમોટરનો હિસ્સો 74.3 ટકા હતો. 

અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનમાંથી 5 વર્ષમાં 150 એનજીઓને ફંડ મળ્યું

સમાજસેવા માટે બનાવવામાં આવેલું અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન મુખ્યતઃ શિક્ષાના ક્ષેત્રમાં કામ કરે છે. તેનું લક્ષ્ય પબ્લિક સ્કૂલિંગ સિસ્ટમને સારી બનાવવાનું છે. ફાઉન્ડેશ આ ક્ષેત્રમાં કામ કરનાર ઘણાં એનજીઓને આર્થિક મદદ પણ કરે છે.
અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન કર્ણાટક, ઉતરાખંડ, રાજસ્થાન, છતીસગઢ, પોન્ડીચેરી, તેલંગાના, મધ્ય પ્રદેશ અને ઉતર-પૂર્વી રાજયોમાં સક્રિય છે. વંચિત વર્ગો માટે કામ કરી કહેલા 150થી વધુ એનજીઓને 5 વર્ષમાં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનમાંથી ફન્ડ મળ્યું છે. અત્યાર સુધી 1600 લોકો તેના માટે ફીલ્ડ વર્ક કરી રહ્યાં છે.
આ ફાઉન્ડેશન બેંગલુરુમાં અઝીમ પ્રેમજી યુનિવર્સિટી પણ ચલાવે છે. ઝડપથી આ યુનિવર્સિટીને 5 હજાર વિધાર્થીઓ અને 400 શિક્ષકોની ક્ષમતાવાળી બનાવવામાં આવશે. બાદમાં ઉતર ભારતમાં પણ એક યુનિવર્સિટી ખોલવાની યોજના છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી