Home » Business » Latest News » છેલ્લા ચાર વર્ષમાં માથાદીઠ સરેરાશ આવક વધીને આશરે રૂ.80,000 થઇ | average per capita income in last 4 years increased to near Rs.80,0000

ભારતમાં છેલ્લા ચાર વર્ષમાં માથાદીઠ સરેરાશ આવક વધીને આશરે રૂ.80,000 થઇ

Divyabhaskar.com | Updated - Aug 08, 2018, 07:19 PM

છેલ્લા 4 વર્ષ દરમિયાન ભારતની વ્યક્તિ દીઠ સરેરાશ આવક રૂ.79,882 રહી હતી. જ્યારે વર્ષ 2011-12થી 2014-15 વચ્ચે રૂ.67,594 હતી

  • છેલ્લા ચાર વર્ષમાં માથાદીઠ સરેરાશ આવક વધીને આશરે રૂ.80,000 થઇ | average per capita income in last 4 years increased to near Rs.80,0000

    નવી દિલ્હીઃ ભારતમાં વ્યક્તિ દીઠ આવક (per capita income) વાર્ષિક 80,000 રૂપિયાની નજીક પહોંચી ગઇ છે. સરકારે સંસદમાં આપેલી માહિતી અનુસાર, છેલ્લા ચાર વર્ષ દરમિયાન ભારતની વ્યક્તિ દીઠ સરેરાશ આવક રૂ.79,882 રહી હતી. જ્યારે વર્ષ 2011-12થી 2014-15 વચ્ચે આ આંકડો રૂ.67,594 પર હતો.

    ચાર વર્ષમાં સરેરાશ રૂ.79,882 માથાદીઠ આવક


    રાજ્યકક્ષાના સ્ટેટેસ્ટિક્સ મિનિસ્ટર વિજય ગોયેલે લોકસભામાં જણાવ્યું હતું કે, `2011-12થી 2014-15 દરમિયાન દેશની સરેરાશ વ્યક્તિદીઠ નેટ નેશનલ ઇન્કમ (એનએનઆઇ) અંદાજિત રૂ.67,594 રહી હતી. જે 2014-15થી 2017-18 દરમિયાન રૂ.79,882 (અનુમાનિત) રહી.'

    આ રીતે વધી આવક


    ગોયેલ છેલ્લા ચાર વર્ષમાં વ્યક્તિદીઠ આવકમાં વધારા અંગેના સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા 4 વર્ષ દરમિયાન વ્યક્તિ દીઠ આવકમાં ખાસ્સો વધારો નોંધાયો છે. નિવેદન અનુસાર, 2013-14માં વ્યક્તિદીઠ આવક 4.6 ટકા વધીને રૂ.68,572. 2-14-15માં 6.2 ટકા વધીને રૂ.72,805, 2015-16માં 6.9 ટકા વધીને રૂ.77,826 અને 2016-17માં 5.7 ટકા વધીને રૂ.82,229 થઇ ગઇ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending