ડ્રોનના કોમર્શિયલ ઉપયોગ માટે ડિસેમ્બરથી મળશે મંજૂરી, 250 ગ્રામથી વધુ વજન હશે તો લાઈસન્સ જરૂરી

ડ્રોનમાં રિર્ટન ટૂ હોમ ટેક્નોલોજી ફરજીયાત, મિસગાઈડ થાય તો ઉડાન ભરેલી જગ્યાએ પરત આવી જશે

divyabhaskar.com | Updated - Aug 28, 2018, 11:29 AM
Approval from December for commercial use of drone, Licence required to be 250 gm heavy

નવી દિલ્હીઃ દેશમાં ડ્રોનને નાગરિક વપરાશ માટે મંજૂરી મળી ગઈ છે. જોકે, ડ્રોનથી હોમ ડિલિવરી માટે હજુ વધુ રાહ જોવી પડશે. નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુ અને વિભાગના રાજ્ય મંત્રી જયંત સિન્હાએ સોમવારે રિમોટલી પાયલટેડ સિસ્ટમ (આરપીએએસ) એટલે કે ડ્રોનને લઈને નિયમ જાહેર કર્યા. તે 1 ડિસેમ્બરથી લાગુ થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે 250 ગ્રામ કે તેથી વધુ વજનના ડ્રોન માટે લાઇસન્સ લેવું જરૂરી રહેશે.

સુરેશ પ્રભુએ કહ્યું કે સામાનની ડિલિવરીને છોડીને બાકી કામોમાં તેનો ઉપયોગ કરી શકાશે. કેરળમાં આવેલા પૂર દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવ્યો. કૃષિ સર્વેમાં પણ ડ્રોન ઉપયોગી પુરવાર થઈ શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા વિશેષ ઉદ્દેશ્યોમાં સરકારી એજન્સીઓને ડ્રોન દ્વારા સામાન મોકલવાની મંજૂરી આપવામાં આવશે.

નિયત સ્થળોએ ડ્રોન નહીં ઉડાવી શકાય


એરપોર્ટ્સ, આંતરરાષ્ટ્રીય સરહદો, સમુદ્રકિનારા, દિલ્હીમાં વિજય ચોક અને રાજ્યોમાં સચિવાલયો અને વ્યૂહાત્મક વિસ્તારો કે સૈન્ય અડ્ડાઓની આસપાસ 'નો ડ્રોન ઝોન' હશે.

ડિજિટલ સ્કાઇ એપ પર કરવું પડશે રજિસ્ટ્રેશન
ડ્રોનના નાગરિક ઉ૫યોગનું રજિસ્ટ્રેશન, ઓપરેટર પરમિટ, ઉડાણ પહેલા અરજી અને ફ્લાઇટ પ્લાન અપલોડ કરવા માટે ડિજિટલ સ્કાઇ નામથી એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે 1 ડિસેમ્બરથી ઓનલાઇન કરી દેવામાં આવશે. તેની લિંક ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ની વેબસાઇટ પર ઉપલબ્ધ હશે.

નેનો ડ્રોન માટે મંજૂરીની જરૂર નહીં


250 ગ્રામનો ડ્રોન નેનો ડ્રોન કહેવાય છે. તેના ઉડાણ માટે મંજૂરી કે રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે. જોકે, તેને 50 ફુટની ઉંચાઈ સુધી જ ઉડાણ ભરવાની મંજૂરી રહેશે. માઇક્રો ડ્રોન એટલે કે 250 ગ્રામથી વધુ અને બે કિલો સુધીના ડ્રોન માટે યૂનિક આઇડેંટિફિકેશન નંબર, નો પરમિશન- નો ટેકઓફ ટેક્નોલોજી અને સ્થાનિક પોલીસની મંજૂરી લેવી પડશે. તેને વધુમાં વધુ 200 ફુટ સુધી ઉડાવી શકાશે.

ભારે ડ્રોન ઉડાવતા પહેલા પ્લાન આપવો પડશે


નાના ડ્રોન- બે કિલોથી 25 કિલો, મધ્યમ- 25 કિલોથી 150 કિલો અને મોટા- 150 કિલોથી ભારે ડ્રોન માટે રજિસ્ટ્રેશન, ઓપરેટર પરમિટની સાથોસાથ ઉડાણ પહેલા ફ્લાઇટ પ્લાન ભરવો અનિવાર્ય રહેશે. તે 400 ફુટ સુધી ઉડાણ ભરી શકશે. ડ્રોન પોતાના નિયત રસ્તાથી ભટકે તો તે જ્યાંથી ઉડાણ ભરશે ત્યાં પરત આવી જશે. તેના માટે તેમાં રિટર્ન ટૂ હોમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જરૂરી રહેશે.

X
Approval from December for commercial use of drone, Licence required to be 250 gm heavy
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App