આઈફોન / એપલે ફેસટાઈમ એપમાંથી બગ હટાવ્યો, તેને શોધનાર 14 વર્ષના વિધાર્થીને ઈનામ આપશે

Apple releases fix for facetime will pay reward to teen who found it
X
Apple releases fix for facetime will pay reward to teen who found it

  • ગત મહિને સ્કૂલના વિધાર્થી ગ્રાન્ટ થોમ્પસને બગને શોધી કાઢયો હતો
  • આઈફોન યુઝરનો અવાજ કોલ રિસિવ કર્યા વગર જ બીજા સુધી પહોંચી રહ્યો હતો

Divyabhaskar.com

Feb 08, 2019, 11:52 AM IST
કેલિફોર્નિયાઃ એપલે ફેસટાઈમ એપમાં આવેલા બગને દૂર કર્યો છે. તેની જાણકારી આપનાર 14 વર્ષના વિધાર્થી ગ્રાન્ટ થોમ્પસનને એપલ કેશ રિવોર્ડ પણ આપશે. જોકે આ માટે કેટલી રકમ આપવામાં આવશે તેની કોઈ માહિતી જાણવા મળી નથી. ફેસટાઈમમાં બગ આવવાનો ખુલાસો ગત મહિને થયો હતો. સૌ પ્રથમ થોમ્પસને જ આ અંગે માહિતી આપી હતી.

 

એપલે સોફટવેર અપડેટ કર્યું

ફેસટાઈમનો ઉપયોગ કરનાર આઈફોન યુઝરનો અવાજ કોલ રિસિવ ન થયો હોય તો પણ કોલ કરનાર સુધી પહોંચી રહ્યો હતો. ગ્રુપ કોલિંગમાં આ સમસ્યા આવી હતી. આઈફોનથી આઈફોન અને આઈફોનથી મેક પર કોલ કરવા પર પણ આવું થઈ રહ્યું હતું. એક યુઝરે ટિવિટર પર તેનો એક વિડિયો પણ પોસ્ટ કર્યો હતો.
એપલે હવે ફેસટાઈમ સોફ્ટવેરનું આઈઓએસ 12.1.4 વર્ઝન રિલિઝ કર્યું છે. તેમાં બગની સમસ્યા ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આઈફોન યુઝર તેને અપડેટ કરી શકે છે.
એપલનું કહેવું છે કે જે યુઝરે સોફટવેર અપડેટ કર્યું નથી, તેની સુરક્ષા માટે ફેસટાઈમ એપની સાથે જ સર્વરને પણ અપડેટ કરવામાં આવ્યું છે. તેનાથી ફેસટાઈમનું લાઈવ ફોટો ફિચર બ્લોક થઈ જશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી