મુકેશ અંબાણીની પુત્રીનું પ્રી-વેડિંગ / અનિલ-ટીના ઉદયપુર પહોંચ્યાં, બિલ ક્લિન્ટન-હિલેરી કાલે પહોંચશે

ુAnil Tina Ambani and groom Anand reach udaipur

Divyabhaskar.com

Dec 07, 2018, 11:55 AM IST

- 8થી 9 ડિસેમ્બરે ઉદયપુરમાં મુકેશ-નીતા અંબાણીની પુત્રી ઈશાની પ્રી-વેડિંગ સેરેમની
- નરેન્દ્ર મોદી સહિત દેશ-દુનિયાની લગભગ 1800 હસ્તીઓ ઉપસ્થિત રહેશે

ઉદયપુરઃ ગુરૂવારે ઈશા અને આનંદની સાથે તેના પિતા અજય પીરામલ અને માતા સ્વાતિ ઉદયપુર પહોંચ્યા છે. અનિલ અંબાણીની સાથે પત્ની ટીના અને માતા કોકિલાબેન પણ ઉદયપુર આવી ગયા છે. ડબોક એરપોર્ટ પર રૂટીનની 20 ફલાઈટ્સ સિવાય 15 ચાર્ટર પ્લેન પણ પહોંચ્યા છે.

- 8કે 9 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમારંભમાં સામેલ થઈ શકે છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન શનિવારે આવશે. ક્લિન્ટન દંપતિ 4 દિવસ સુધી મેવાડમાં રહેશે. તે 11 ડિસેમ્બરે મુંબઈ માટે રવાના થશે. મુકેશ અને નીતા અંબાણી બુધવારે રાતે જ ઉદયપુર પહોંચી ગયા હતા. તે ગુરૂવારે નાથદ્વારા શ્રીનાથજીના મંદિરે દર્શન કરવા ગયા હતા.

9 ડિસેમ્બરે આવશે રતન ટાટા-અમિતાભ

- 8થી 9 ડિસેમ્બરે થનારી ઈશા અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં દેશ-વિશ્વના ઉદ્યોગ, હોલીવુડ-બોલીવુડ, રાજકારણ અને ક્રિકેટ સાથે જોડાયેલી લગભગ 1800 હસ્તીઓ હાજર આપશે. કેટલાક મહેમાનો ગુરૂવારે પહોંચી ગયા હતા. ઉધોગપતિ રતન ટાટા, કુમાર મંગલમ બિરલા, ગૌતમ અદાણી અને અમિતાભ બચ્ચન પરિવારની સાથે 9 ડિસેમ્બરે સમારંભમાં સામેલ થવા માટે ઉદયપુર આવશે.

- મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસ, રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે, ઉતપ પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિત ઘણાં લોકો શનિવારે ઉદયપુર પહોંચશે. 8 ડિસેમ્બરે થનાર કાર્યક્રમમાં આંતરાષ્ટ્રીય સ્તરના કલાકારો પરફોર્મન્સ આપશે.

X
ુAnil Tina Ambani and groom Anand reach udaipur
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી