- ગત ગુરૂવારેથી ક્લાઉડટેલે એમેઝોન પર 3 લાખ પ્રોડક્ટ્સો સાથે ફરી જોડાણ કર્યું છે
- નિયમોમાં ફેરફારના પગલે એમેઝોને Cloudtailની હજારો પ્રોડક્ટસને હટાવવી પડી હતી
મુંબઈઃ ઈ-કોમર્સમાં પોતાનો દબદબો બનાવી ચૂકેલી કંપની એમેઝોને તેના સૌથી મોટા સેલર Cloudtailનું ફરીથી વેબસાઈટ સાથે જોડાણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે 1 ફેબ્રુઆરીથી ઈ-કોમર્સ સેક્ટર માટે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ(FDI)ના નિયમો માં ફેરફાર કર્યો છે. આ નિયમો અંતર્ગત ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર તે સેલર્સ કે વેન્ડર્સને સામાન વેચવાથી રોકવામાં આવ્યા, જેમાં તેમનું ઈક્વિટી હોલ્ડિંગ છે. આ કારણથી એમેઝોનને Cloudtail અને Apparioની હજારો પ્રોડક્ટસને હટાવવી પડી હતી, કારણ કે તેમાં એમેઝોનનો અપ્રત્યક્ષ રીતે 49 ટકા હિસ્સો હતો.
જોકે ગત ગુરૂવારેથી Cloudtailએ એમેઝોન પર 3 લાખ પ્રોડક્ટસની સાથે ફરીથી જોડાણ કર્યું છે. Cloudtail આવ્યા બાદ એમેઝોન તેના પ્લેટફોર્મ પર તે પ્રોડકટ્સને ઝડપથી ભરી રહ્યું છે, જે 1 ફેબ્રુઆરીના નિયમો પછી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ન હતી. ફરીથી જોડાણ કર્યા બાદ Cloudtailએ એમેઝોન પર 12 કલાકમાં જ તેની 3,00,000 પ્રોડકટ્સો જોડી છે. બાદમાં એમેઝોને તેનો અપ્રત્યક્ષ હિસ્સો ઘટાડીને 24 ટકા કર્યો છે અને આ શેરોનો સૌથી મોટો હોલ્ડર કેટામારન વેન્ચર્સે ખરીદ્યો છે.
એમેઝોને જણાવ્યું કે અમારા માર્કેટપ્લેસ પર ઉપલબ્ધ હાલ કોઈ પણ સેલરમાં અમારો કોઈ ઈક્વિટી હિસ્સો નથી. ઈન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિ દ્વારા લોન્ચ રોકાણ ફર્મ કૈટામારને કહ્યું કે તેણે નવા નિયમોનું પાલન કરવા માટે જરૂરી ફેરફાર કર્યો છે. સૂત્રોએ કહ્યું કે આ પ્રકારના ફેરફાર Apparioને લઈને પણ કરવામાં આવશે.