એમેઝોન એક ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ ધરાવતી બીજી અમેરિકન કંપની

divyabhaskar.com

Sep 05, 2018, 12:27 PM IST
એમેઝોન એક ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ ધરાવતી બીજી અમેરિકન કંપની
એમેઝોન એક ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ ધરાવતી બીજી અમેરિકન કંપની

એમેઝોન એક ટ્રિલિયન ડોલર (71 લાખ કરોડ રૂપિયા) માર્કેટ કેપ વાળી અમેરિકાની બીજા નંબરની અને દુનિયાની ત્રીજા નંબરની કંપની બની ગઈ છે. તેનો શેર મંગળવારે 2 ટકા વધીને 2050.50ની સપાટીએ પહોંચી ગયો છે.

સૈન ફ્રાંસિસ્કો: એમેઝોન એક ટ્રિલિયન ડોલર (71 લાખ કરોડ રૂપિયા) માર્કેટ કેપ વાળી અમેરિકાની બીજા નંબરની અને દુનિયાની ત્રીજા નંબરની કંપની બની ગઈ છે. તેનો શેર મંગળવારે 2 ટકા વધીને 2050.50ની સપાટીએ પહોંચી ગયો છે. આ તેજીના કારણે કંપનીની માર્કેટ વેલ્યુ વધી છે. એપલ 2 ઓગસ્ટે 1 ટ્રિલિયન ડોલરવાળી પહેલી અમેરિકન કંપની બની હતી. આ પહેલાં 2007માં શંઘાઈના શેરબજારમાં પેટ્રોચાઈનાનું માર્કેટ વેલ્યુશન આ સ્તરે પહોંચ્યું હતું. જોકે વેપાર પૂરો થતાં તે એક ટ્રિલિયન ડોલરની નીચે આવી ગઈ હતી.
દુનિયાની ટોપ 3 માર્કેટ કેપ વાળી કંપની
કંપની માર્કેટ કેપ (ડોલર)
એપલ 1099 અબજ
એમેઝોન 1000 અબજ
માઈક્રોસોફ્ટ 856 અબજ

એક વર્ષમાં શેરની કિંમત 100 ટકા કરતાં વઘુ વધી


છેલ્લા 12 મહિનામાં એમેઝોનના શેરે 108 ટકા રિર્ટન આપ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં તેમાં 74 ટકાની તેજી આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં રોકાણકારોએ 20 ટકા અને એક મહિનામાં અંદાજે 12 ટકા નફો મેળવ્યો છે.

21 વર્ષમાં શેરના ભાવ વધીને 114 ગણા થયા


15 મે 1997ના રોજ 18 ડોલરની સાથે એમેઝોનના શેરનું લિસ્ટિંગ થયું હતું. મંગળવારની તેજી પણ શેરની કિંમત 2050 ડોલર સુધીની થઈ ગઈ છે. આઈપીઓમાં 1000 ડોલરના રોકાણની કિંમત હવે 13 લાખ 14 હજાર ડોલરથી પણ વધારે થઈ ગઈ છે.

તારીખ શેરપ્રાઈઝ
15 મે 1997 18 ડોલર
23 ઓક્ટોબર 2009 100 ડોલર
27 ઓક્ટોબર 2017 1000 ડોલર
30 ઓગસ્ટ 2018 2000 ડોલર

જેફ બેજોસ દુનિયામાં સૌથી અમીર


એમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ ઘણાં સમયથી દુનિયાના અમીરોના લિસ્ટમાં ટોપ પર છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સમાં 166 અબજ ડોલર્સ નેટવર્થ સાથે બેજોસ નંબર-1 છે. શેરમાં તેજીના કારણે આ વર્ષે તેમની આવકમાં 66.5 અબજ ડોલરનો વધારો થયો છે. બિલેનિયર ઈન્ડેક્સમાં 98.1 અબજ ડોલર નેટટવર્થ સાથે બિલ ગેટ્સ બીજા નંબરે છે. એશિયાના સૌથી અમીર મુકેશ અંબાણી 47.7 અબજ ડોલર સાથે 12માં નંબરે છે.

X
એમેઝોન એક ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ ધરાવતી બીજી અમેરિકન કંપનીએમેઝોન એક ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ ધરાવતી બીજી અમેરિકન કંપની
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી