ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Latest News» ત્રણ વર્ષમાં દરેક ઘરમાં હશે સ્માર્ટ વીજ મીટર, વપરાશ મુજબ કરી શકાશે રીચાર્જઃ વીજ પ્રધાન | all electricity meters will be smart prepaid meters in the next 3 years says R K Singh

  3 વર્ષમાં દરેક ઘરમાં હશે સ્માર્ટ વીજ મીટર, વપરાશ મુજબ રીચાર્જઃ ઊર્જા મંત્રી

  Bhaskar News | Last Modified - Jun 07, 2018, 08:26 PM IST

  વીજ પ્રધાન આર કે સિંહે એક નિશ્ચિત તારીખ સુધી સ્માર્ટ મીટરને અનિવાર્ય કરવા પર વિચાર કરવાની સલાહ આપી.
  • 3 વર્ષમાં દરેક ઘરમાં હશે સ્માર્ટ વીજ મીટર, વપરાશ મુજબ રીચાર્જઃ ઊર્જા મંત્રી
   3 વર્ષમાં દરેક ઘરમાં હશે સ્માર્ટ વીજ મીટર, વપરાશ મુજબ રીચાર્જઃ ઊર્જા મંત્રી

   નવી દિલ્હીઃ દેશભરમાં હવે દરેક ઘરમાં સ્માર્ટ મીટર લાગશે. તેના માટે કાગળ પર અપાતું કોઇ બિલ નહિ આવે, પરંતુ મોબાઇલની જેમ તે પ્રીપેઇડ હશે. એટલે કે લોકોને પોતાની વીજળીના વપરાશનો અંદાજ રાખીને તેને રીચાર્જ કરવાનું રહેશે. કેન્દ્રીય વીજ પ્રધાન આરકે સિંહે ગુરુવારે આ વાત કરી હતી.

   કંપનીઓ વધારે સ્માર્ટ મીટરનું ઉત્પાદન


   ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આરકે સિંહે અહીં મીટર બનાવતી કંપનીઓના અધિકારીઓને કહ્યું કે સ્માર્ટ પ્રી-પેઇડ મીટરનું ઉત્પાદન વધારો અને તેની કિંમત કરવી સમયની માગ છે. તેમણે કહ્યું કે આવનારા સમયમાં તેની માગ વધવાની છે.

   અધિકારીઓ પણ આ દિશામાં વિચારે


   - વીજ પ્રધાને એક નિશ્ચિત તારીખ સુધી સ્માર્ટ મીટરને અનિવાર્ય કરવા પર વિચાર કરવાની સલાહ આપી.
   - અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્માર્ટ પ્રી-પેઇડના ઉપયોગથી વીજળી ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન આવશે.

   આ પરિવર્તન ક્રાંતિકારી હશે


   - પ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે વીજળી ક્ષેત્રમાં આ ફેરફાર ક્રાંતિકારી સાબિત થશે.
   - તેમણે કહ્યું કે તેનાથી વીજળી વિતરણ કંપનીઓ નબળી હાલત સુધરશે, ઊર્જા સંરક્ષણને પ્રોત્સાહન મળશે અને વીજળીની ચુકવણી સરળતાથી થશે. આ સાથે તેનાથી લાયક યુવાનો માટે રોજગાર પેદા થશે.
   - આ બેઠકમાં સ્માર્ટ મીટર્સના વિવિન્ન પાસાઓ જેવા કે બીઆઇએસ (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ) સર્ટિફિકેશન, આરએફ/જીપીઆરએસની સાથે હાલના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાંકળવા પર પણ ચર્ચા થઇ હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ત્રણ વર્ષમાં દરેક ઘરમાં હશે સ્માર્ટ વીજ મીટર, વપરાશ મુજબ કરી શકાશે રીચાર્જઃ વીજ પ્રધાન | all electricity meters will be smart prepaid meters in the next 3 years says R K Singh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `