એર ઈન્ડિયા / બિડિંગથી બિઝનેસ કલાસની ખાલી સીટો પર મુસાફરી કરી શકશે ઈકોનોમી કલાસ

AirIndia launches bidding lite to upgrade seats from economy to business
X
AirIndia launches bidding lite to upgrade seats from economy to business

  • બિઝનેસ કલાસની સીટ ભરવા માટે એર ઈન્ડિયાએ બિડિંગ સ્કીમ શરૂ કરી
  • વધુ ભાડાની બિડ લગાવનાર પેસેન્જરની ટિકિટ પ્રાથમિકતાથી અપગ્રેડ કરવામાં આવશે
  • અપર કલાસના વાસ્તવિક ભાડા કરતા 75 ટકા ઓછી રકમ સુધીનું બિડિંગ કરી શકાશે

 

Divyabhaskar.com

Jan 09, 2019, 07:38 PM IST
નવી દિલ્હીઃ એર ઈન્ડિયાના ઈકોનોમી કલાસના મુસાફરો થોડું વધારે ભાડું આપીને પોતાની ટિકિટ બિઝનેસ કલાસમાં અપગ્રેડ કરી શકશે. તેના માટે એરલાઈને બિડિંગ સિસ્ટમ શરૂ કરી છે. વધુ બોલી બોલનાર મુસાફરોને પ્રાથમિકતા આપીને બિઝનેસ કલાસની ખાલી સીટો ફાળવવામાં આવશે. સૌથી ઓછા બિડિંગ માટે વધુમાં વધુ 75 ટકાની લિમિટ લાગુ થશે. એટલે કે બિઝનેસ કલાસ માટે વાસ્તવિક ભાડાથી 75 ટકા સુધી ઓછી રકમની બોલી લગાવી શકાશે.

ચેક ઈનના સમયે ટિકિટ અપગ્રેડનું સ્ટેટસ ખબર પડશે

પેસેન્જર flightservices.airindia.in પર જઈને ઓનલોઈન બિડ ફાઈલ કરી શકે છે. એરપોર્ટ પર ચેક-ઈનના સમયે પેસેન્જરને એ ખબર પડશે કે તેમની ટિકિટ એપગ્રેડ થઈ છે કે નહિ. અપગ્રેડ ન થવા પર પેસેન્જરને 5 દિવસમાં વધારાના પૈસા પરત કરવામાં આવશે.
બિઝનેસ લાઈટના નામથી આ સ્કીમ દેશના 6 મેટ્રો શહેરોની ફલાઈટ અને આંતરાષ્ટ્રીય ફલાઈટસ માટે શરૂ કરવામાં આવી છે. યુએસ, યુરોપ, જાપાન અને હોન્ગકોન્ગની ફલાઈટ માટે બિઝનેસ લાઈટ યોજના લાગૂ પડશે. ખાડી દેશોની ફલાઈટ માટે આ યોજના હાલ શરૂ કરવામાં આવી નથી.
3. કેટલી હશે ન્યુનતમ બિડિંગ પ્રાઈસઃ ઉદાહરણથી સમજો

રૂટ

ઈકોનોમિ કલાસનું ભાડું

બિઝનેસ કલાસનું ભાડું

અપગ્રેડ માટે ન્યુનતમ બિડિંગ પાઈસ

દિલ્હી-મુંબઈ

8,141 રૂપિયા

27,094 રૂપિયા

6,774 રૂપિયા

(બિઝનેસ કલાસની ટિકિટની મૂળ કિંમતથી 75 ટકા ઓછી)

 

*  બુધવારના ભાડા પ્રમાણે અનુમાનિત ગણતરી

એર ઈન્ડિયાને આશા છે કે બિઝનેસ લાઈટ સ્કીમથી મુસાફરોની સાથે-સાથે એરલાઈનને પણ ફાયદો થશે. એર ઈન્ડિયા રોજ 72,000 સીટોની ક્ષમતા ધરાવતી ફલાઈટ્સનું સંચાલન કરે છે. તેમાં 4,500 સીટો બિઝનેસ કલાસની હોય છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી