એવિએશન / એર ઈન્ડિયામાં મુસાફરોની સંખ્યા ગત ત્રિમાસિકમાં 4% વધી, જોકે રેવન્યુ 20% વધી

Air india Q3 results passengers revnue grew by 20 percent
X
Air india Q3 results passengers revnue grew by 20 percent

  • 2018ના ડિસેમ્બર ત્રિમાસિકમાં પેસેન્જર રેવન્યુ 5538 કરોડ રૂપિયા રહી, 2017ના ત્રિમાસિકમાં 4615 કરોડ હતી
  • એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું- વિમાનોનો સારી રીતે ઉપયોગ થયો હોવાથી ફાયદો થયો

Divyabhaskar.com

Jan 12, 2019, 09:21 PM IST

નવી દિલ્હીઃ ઓક્ટોબર-ડિસેમ્બર 2018માં એર ઈન્ડિયાના મુસાફરોની સંખ્યામાં વાર્ષિક આધાર પર માત્ર  4 ટકાનો વધારો થયો છે. જોકે પેેસેન્જર પાસેથી મળનારી રેવન્યુ 20 ટકા વધીને 5,538 કરોડે પહોંચી ગઈ છે. વર્ષ 2017થી ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં તે 4,615 કરોડ રૂપિયા રહી હતી. એરલાઈન્સના વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું કે વિમાનોનો સારી રીતે ઉપયોગ કરવાથી રેવન્યુમાં વધારો થયો છે.


 

આંતરાષ્ટ્રીય રૂટમાંથી 65 ટકા રેવન્યુ આવે છે

એર ઈન્ડિયાના અધિકારીના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બરમાં મુસાફરોની સંખ્યામાં વધુ ગ્રોથ રહ્યો નથી. જોકે અવેલેબલ સીટ કિલોમીટરમાં(એએસકેએમ)માં સારો વધારો નોંધાયો છે. એએસકેએમ પરથી એરક્રાફટની મુસાફરોને લઈ જવાની ક્ષમતાનો ખ્યાલ આવે છે.
માત્ર ડિસેમ્બર મહીનાની વાત કરવામાં આવે તો એર ઈન્ડિયાના મુસાફરોની સંખ્યા માત્ર 4 ટકા વધી છે, પરંતુ રેવન્યુમાં 23 ટકાનો વધારો થયો છે. એર ઈન્ડિયાની કુલ રેવન્યુના 65 ટકા આંતરાષ્ટ્રીય રૂટ્સના સંચાલનમાંથી આવે છે.
3. એર ઈન્ડિયા પર 48,000 કરોડ રૂપિયાનું દેવું
ડિસેમ્બર ત્રિમાસિકમાં એર ઈન્ડિયાએ 15 નવી ફલાઈટો શરૂ કરી. તેની પાસે હાલ 122 એરક્રાફટ છે. એર ઈન્ડિયા પર હાલ 48,000 કરોડ રૂપિયાનું દેવું છે.

ગત વર્ષે મેમાં સરકારે એર ઈન્ડિયાનો હિસ્સો વેચવાની કોશિશ કરી, પરંતુ કોઈ ખરીદનાર મળ્યું ન હતું.થોડા દિવસો અગાઉ સરકારે કહ્યું હતું કે એર ઈન્ડિયાને દેવામાંથી બહાર લાવવા માટે નવી યોજના તૈયાર કરવામાં આવી છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી