આદેશ / સુપ્રીમ કોર્ટે કહ્યું- ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે પાનને આધાર સાથે લિન્ક કરવું જરૂરી

Aadhaar Card link with PAN Card Mandatory For Income Tax Return Filing Says Supreme Court
X
Aadhaar Card link with PAN Card Mandatory For Income Tax Return Filing Says Supreme Court

  • બંને જ્જોની બેન્ચે ઈન્કમ ટેક્સ એકટની કલમ 139AAને યથાવત રાખી
  • બંને અરજદારોને દિલ્હી હાઈકોર્ટે આધાર લિન્ક કર્યા વગર રિટર્ન ફાઈલ કરવાની પરવાનગી આપી હતી

Divyabhaskar.com

Feb 06, 2019, 07:11 PM IST
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરવું આવશ્યક છે. જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બેન્ચે કહ્યું કે આ મામલામાં કોર્ટ અગાઉ પણ ચૂકાદો આપી ચૂકી છે અને તેણે ઈન્કમ ટેક્સ એકટની કલમ 139AAને યથાવત રાખી છે.

ચૂકાદાની વિરુદ્ધ અરજી થઈ હતી

બેન્ચે આ ચૂકાદો દિલ્હી હાઈકોર્ટના એક ઓર્ડરની વિરુદ્ધ કેન્દ્રની અરજી પર આપવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટના શ્રેયા સેન અને જયશ્રી સતપુતે 2018-19નું ઈન્કમ ટેકસ રિટર્ન પાન અને આધારને લીન્ક કર્યા વગર દાખલ કરવાને પરવાનગી આપી દીધી હતી.
બેન્ચે કહ્યું કે હાઈકોર્ટે આ ચૂકાદો એ તથ્યને ધ્યાનમાં રાખીને આપ્યો હતો કે આ મામલો અમારી કોર્ટમાં પેન્ડિંગ છે. બાદમાં અમારી કોર્ટે એ નક્કી કર્યું કે ઈન્કમ ટેકસ એક્ટની કલમ 139AAને યથાવત રાખવામાં આવે. આ સંજોગોમાં પાન કાર્ડ અને આધાર કાર્ડને લીન્ક કરવું જરૂરી છે.
બેન્ચે કહ્યું કે અમને જણાવવામાં આવ્યું કે 2018-19 માટે અરજકર્તાઓએ હાઈકોર્ટના આદેશના આધાર પર રિટર્ન ફાઈલ કર્યું હતું. અને તેમના રિટર્નની પણ ગણતરી થઈ ચૂકી છે. એવામાં અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે 2019-20 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન તે શરતોના આધાર પર જ ફાઈલ કરી શકાશે, જે કોર્ટે નક્કી કરી છે.

અરજકર્તાએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે આદેશ છતા અને ઘણી કોશિશ કર્યા બાદ પણ અમે અમારું રિટર્ન ફાઈલ કરી શક્યા ન હતા. આવું એટલા માટે બન્યું હતું કારણે કે ઈન્કમ ટેક્સ રિટર્નના ઈ-ફાઈલિંગ દરમિયાન આધાર નંબર કે આધાર એનરોલમેન્ટ નંબર વગર રિટર્ન ફાઈલ કરવાનો વિકલ્પ જ ઉપલબ્ધ ન હતો.

26 સપ્ટેમ્બર 2018એ આપેલા ચૂકદામાં સુપ્રીમ કોર્ટે આધારને બંધારણીય રીતે માન્ય ગણાવ્યું હતું. જોકે કોર્ટે એ પણ કહ્યું હતું કે બેન્ક ખાતાઓ, મોબાઈલ ફોન નંબર અને એડમિશન દરમિયાન આધાર નંબર આપવો જરૂરી નથી. 
જજોની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે આઈટી રિટર્ન ફાઈલ કરવા અને પાન એલોટમેન્ટ માટે આધાર જરૂરી રહેશે, જોકે બેન્ક ખાતાઓ સાથે તેને લીન્ક કરાવવું જરૂરી નથી. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર આધારને મોબાઈલ સાથે લિન્ક કરવાનું આવશ્યક કરી શકશે નહિ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી