પ્રી-વેડિંગ / મુકેશ અંબાણીની પુત્રી ઈશાની પ્રી-વેડિંગ પાર્ટી માટે 400 કાર મંગાવાઈ, 1000 મહેમાનો આવશે

400 luxury cars reached to Udaipur for wedding of Ambani's daughter

Divyabhaskar.com

Dec 05, 2018, 03:33 PM IST

- લક્ઝરી કારોમાં જગુઆર, પોર્શ, મર્સિડીઝ, ઓડી અને બીએમડબલ્યુ
- અંબાણીની પુત્રી ઈશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટી 8-9 ડિસેમ્બરે
- પાર્ટીની સુરક્ષા સલમાનના બાઉન્સર શેરાની ટાઈગર કંપનીને સોંપાઇ

ઉદયપુરઃ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈમાં થશે. તે અગાઉ અહીં 8થી 9 ડિસેમ્બરે પ્રી-વેડિંગ પાર્ટી રાખવામાં આવી છે. મહેમાનોની આવજા માટે મંગળવારે મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં શહેરોમાંથી 400થી વધુ કાર ઉદયપુર પહોંચી છે. આ સમારંભની સુરક્ષાની જવાબદારી સલમાન ખાનના બાઉન્સર શેરાની ટાઈગર કંપનીને આપવામાં આવી છે. લગ્નને કવર કરવા માટે 80 ટોપ ફોટોગ્રાફર પણ પહોંચી રહ્યાં છે.

કારની સુરક્ષામાં ગાર્ડ ગોઠવાયા

1. લક્ઝરી કારોમાં જગુઆર, પોર્શ, મર્સિડીઝ, ઓડી અને બીએમડબલ્યુ જેવી કાર છે. ફાઈવ સ્ટાર હોટલ ઓબેરોય ઉદયવિલાસની પાસે હરી દાસની મગરીના એક ગાર્ડનમાં કારનું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ કારની સુરક્ષામાં વિશેષ સુરક્ષા ગાર્ડ લગાડવામાં આવ્યા છે.

તમામ મોટી હોટલોમાં બુકિંગ થયું

2. અંબાણી પરિવારે શહેરની તમામ મોટી હોટલોમાં બુકિંગ શરૂ કરી દીધું છે. કોઈ પણ પ્રકારની કમી ન રહે, તે માટે રામપુરાથી આગળ એક ગાર્ડનમાં મોટો ડોમ પણ બનાવવામાં આવી રહ્યો છે. અંબાણી પરિવારે લગ્નને ભવ્ય બનાવવા માટે મુંબઈ, દિલ્હી અને જયપુરમાંથી ઈવેન્ટ કંપનીઓને હાયર કરી છે.

300થી વધુ બાઉન્સરોને બોલાવવામાં આવ્યા

3. ઈવેન્ટની સાથે એરપોર્ટ પર પણ આ કંપનીના બાઉન્સરને ગોઠવવામાં આવશે. તે સિવાય અન્ય જગ્યાઓથી 300 બાઉન્સર બોલાવવામાં આવ્યા છે. શેરા પોતે સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખશે. આ પાર્ટીમાં 1000 મહેમાન આવશે.

X
400 luxury cars reached to Udaipur for wedding of Ambani's daughter
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી