અકસ્માત / કાશ્મીરના પુંચમાં બસ 100 મીટર ઉડી ખાડીમાં ખાબકી; 11ના મોત, 19 ઘાયલ

આ સ્થળ જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરથી 175 કિમી દૂર આવેલું છે

Divyabhaskar.com | Updated - Dec 08, 2018, 12:44 PM
પોલીસની ટીમ રાહત કાર્યમાં જોડ
પોલીસની ટીમ રાહત કાર્યમાં જોડ

- આ બસ લોરથી પુંચ જઈ રહી હતી
- ઘાયલો પૈકીના ચારથી પાંચ વ્યક્તિઓની હાલત ગંભીર, જમ્મુ મોકલવામાં આવ્યા
- બસમાં લિમિટથી વધુ મુસાફરો હતા

શ્રીનગરઃ જમ્મુ-કશ્મીરના પુંચ જિલ્લામાં શનિવારે એક બસ હાઈવે પરથી 100 મીટર ઉડી ખાડીમાં પડી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મૃત્યુ થયા છે, જયારે 19 વ્યક્તિઓ ઘાયલ થયા છે. આ બસ લોરાનથી પુંચ જઈ રહી હતી. આ અકસ્માત મંડી તાલુકાના પલેરા વિસ્તારમાં થયો છે. પોલિસ અને એડમિનિસ્ટ્રેશનની ટીમો હાલ સ્થાનિકોની મદદ કરી રહી છે.

- પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘાયલ પૈકીના ચારથી પાંચ લોકોની હાલત ગંભીર છે. આ લોકોને સારવાર માટે જમ્મુ મોકલવામાં આવ્યા છે. અકસ્માત બસ ઓવરલોડ હોવાને કારણે થયો હોવાનું સૂત્રોનું કહેવું છે.

X
પોલીસની ટીમ રાહત કાર્યમાં જોડપોલીસની ટીમ રાહત કાર્યમાં જોડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App