ઝોમોટો સહિતની ઓનલાઈન ડિલિવરી કંપનીઓના લિસ્ટમાંથી 5000 રેસ્ટોરન્ટો બહાર

Divyabhaskar.com

Oct 10, 2018, 09:50 PM IST
10 online delivery companies removed names of 5,000 restaurant from their lists

નવી દિલ્હીઃ સ્વિગી, ઝોમોટો અને ફૂડપાન્ડા સહિતની ખાવા-પીવાના સામનની ઓનલાઈન ડિલિવરી કરનાર ઓછામાં ઓછી દસ કંપનીઓએ 5,000 રેસ્ટોરન્ટોને પોતાના લિસ્ટમાંથી હટાવી દીધી છે. આ રેસ્ટોરન્ટોને હટાવવાનો નિર્ણય એફએસએસએઆઈ(ફૂ઼ડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા)ની મંજૂરી ન હોવાને કારણે કરવામાં આવ્યો છે. બોક્સ8, ફાસોસ, ફૂડ કલાઉડ, ફૂડમિંગો, જસફૂડ, લાઈમટ્રે અને ઉબરરાઈટસ સામેલ છે.


વગર લાયસન્સવાળા ઓપરેટરોને હટાવવા અપાઈ હતી સૂચના

એફએસએસએઆઈને ગ્રાહકો દ્વારા ફરીયાદ મળી હતી કે તેમને ખરાબ ગુણવતાવાળો સામાન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. બાદમાં ઓથોરીટીએ જુલાઈમાં આ કંપનીઓને વગર લાઈસન્સવાળા ઓપરેટરો પાસેથી ખાવા-પીવાનો પુરવઠો રોકવા માટે કહ્યું હતું. આ અંગે એફએસએસઆઈના સીઈઓ પવન કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે 5000થી વધુ રેસ્ટોરન્ટોને ઈ-કોમર્સ ફૂડ સર્વિસ પ્લટફોર્મ પરથી હટાવવામાં આવી છે.


દેશના 41 જેટલા શહેરોની સેકડો રેસ્ટોરન્ટોને લિસ્ટમાંથી હટાવાઈ

અગાઉ એફએસએસએઆઈએ 10 કંપનીઓને આદેશ આપ્યા હતા કે તે ખાદ્યય નિયામક પાસેથી લાઈસન્સ ન મેળવનારને પોતાના મંચથી હટાવે. આ મામલા સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે એફએસએસએઆઈએ તેમને રાજય પ્રમાણે લિસ્ટ આપવાનું કહ્યું છે. જેથી એજન્સીઓ આગળની કાર્યવાહી કરી શકે. ઝોમાટો ફૂડ ડિલિવરીના સીઈઓ મોહિત ગુપ્તાએ જણાવ્યું હતું કે અમે દેશના 41 શહેરોની સેકડો રેસ્ટોરન્ટોને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધી છે. જો આ રેસ્ટોરન્ટો તેમના લાઈસન્સની માહિતી આપશે તો અમે તેમને ફરીથી જોડીશું

X
10 online delivery companies removed names of 5,000 restaurant from their lists
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી