Home » Business » Industry » એન્ડ્રોઈડ મોબાઈલમાં ઓછી સ્પેસ વાપરતી ઉબેર લાઈટ એપનું લોન્ચિંગ/ Uber Lite: Less Space Used Android App Launched

એન્ડ્રોઈડ મોબાઈલમાં ઓછી સ્પેસ વાપરતી ઉબેર લાઈટ એપનું લોન્ચિંગ

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 08:56 PM

ભારતમાં નિર્મિત ઉબેર લાઈટ એ રિઈમેજિન્ડ એપ છે જે સ્પેસ બચાવે છે, કોઈ પણ નેટવર્ક અને કોઈ પણ એન્ડ્રોઈડ ફોન પર કામ કરે છે

 • એન્ડ્રોઈડ મોબાઈલમાં ઓછી સ્પેસ વાપરતી ઉબેર લાઈટ એપનું લોન્ચિંગ/ Uber Lite: Less Space Used Android App Launched
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  અમદાવાદ: વિશ્વની સૌથી મોટી રાઈડશેરિંગ કંપની ઉબેરે, આજે નવી દિલ્હી ખાતે ઉબેરના ટેક ડે 2.0 ખાતે, તેની રાઈડર એપના રિઈમેજિન્ડ વર્ઝન, ઉબેર લાઈટના લોન્ચિંગની ઘોષણા કરી છે. સ્પેસ-બચાવનારી આ નવી એપ ભારતમાં નિર્મિત છે અને વિશ્વ માટે ડિઝાઈન કરાઈ છે, જે ઓછી કનેક્ટિવિટીવાળા વિસ્તારોમાં અને 99% એન્ડ્રોઈડ ડિવાઈસ પર પણ કામ કરે છે. ઉબેર લાઈટના લોન્ચિંગથી ભારતમાં ઉબેરના રોકાણને વધુ સુદૃઢતા પ્રાપ્ત થઈ છે અને ભારત તથા વિશ્વ માટે ભારતમાં નવતર પ્રયોગો ચાલુ રાખવાની તેમની કટિબદ્ધતા જોવા મળી છે.

  ઉબેરના વાઈસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ, વીપી અને હેડ ઓફ પ્રોડક્ટ માણિક ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમારા દર મહિને 7.5 કરોડ જેટલા સક્રિય રાઈડર્સ છે, જે વિશ્વની વસતિનો નાનકડો હિસ્સો છે. યુએસ બહાર પણ વૃદ્ધિ માટેની આટલી વ્યાપક તકો થકી અમે આગામી સેંકડો કરોડ રાઈડર્સ માટે સુવિધાનું નિર્માણ કરવા કટિબદ્ધ છીએ. તેમને વધુ સારી સેવા પૂરી પાડવા અમે સમગ્ર ભારત માટે પ્રોડક્ટની ડિઝાઈન કરી તેનું નિર્માણ કરવા પર બેવડો ભાર મૂકી રહ્યા છીએ અને આ દિશામાં ઉબેર રાઈડ એ અમારું સૌથી મોટું લોન્ચિંગ છે.

  (આગળની સ્લાઈડમાં જુઓ આ રિડિઝાઈન કરેલી એપ કોઈ પણ નેટવર્ક પર કામ કરે છે)

 • એન્ડ્રોઈડ મોબાઈલમાં ઓછી સ્પેસ વાપરતી ઉબેર લાઈટ એપનું લોન્ચિંગ/ Uber Lite: Less Space Used Android App Launched
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  આ રિડિઝાઈન કરેલી એપ કોઈ પણ નેટવર્ક પર કામ કરે છે

   

  ઉબેરના હેડ ઓફ રાઈડર પ્રોડક્ટ, પીટર ડેંગે ઉમેર્યું હતું કે, “નેટવર્કની સ્થિતિ, ડિવાઈસ અને રાઈડરની ઉબેરના 77 દેશો અને 600 શહેરોમાં વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતમાં એક જ સાઈઝની બધા માટેની એપ ફીટ નથી થતી. અમારા રાઈડર્સ સાથે સઘન સંશોધન કર્યા બાદ એ વાત નક્કી થઈ ગઈ કે અમે ઉબેરની માત્ર નાની કોપી કરીને બેસી ન શકીએ. અમારે ભારત અને વિશ્વના ચાવીરૂપ બજારો માટેના અનુભવની ફેરવિચારણા (રિઈમેજિન) કરવું જરૂરી બન્યું છે. આનું પરિણામ છે ઉબેર લાઈટ. આ એક સંપૂર્ણ રિડિઝાઈન કરેલી એપ છે જે લાઈટ, સરળ અને કોઈ પણ નેટવર્ક પર કોઈ પણ એન્ડ્રોઈડ ડિવાઈસ પર કામ કરે છે.

  તમારા ફોન પર લાઈટઃ ઉબેર લાઈટ એ ડાઉનલોડ કરવામાં 5એમબીથી ઓછું (જે 3 સેલ્ફી બરાબર થાય છે) છે. એક નાની એપ હોવાથી વાસ્તવિક સેલ્ફી તથા અન્ય એપ માટે વધુ જગ્યા છૂટી થાય છે. 300 મિલિસેકન્ડના રિસ્પોન્સ ટાઈમ (રીતસર આંખના પલકારામાં) હોવાથી, આ બુકિંગ પ્રક્રિયા નીચી કનેક્ટિવિટીમાં પણ ઝડપી છે. ગાઈડેડ પિકઅપ્સઃ ઉબેર લાઈટ યુઝર્સનું વર્તમાન લોકેશન ડિટેક્ટ કરીને તેમને રિક્વેસ્ટ અનુભૂતિ દ્વારા ગાઈડ કરે છે, માટે ઓછામાં ઓછા ટાઈપિંગની જરૂર પડે છે. તે જીપીએસ અથવા નેટવર્કની સમસ્યાને લીધે તમારું લોકેશન ડિટેક્ટ ન કરી શકે તો તે તમને નજીકના જાણીતા સીમાચિહ્નોની પસંદગી કરવા જણાવે છે (જે ભારતના મોટાભાગના લોકો માટે સંદેશાવ્યવહાર કરવાની જાણીતી રીત છે). આજથી જ શરૂ થાય તે રીતે ઉબેર લાઈટ જયપુર, હૈદ્રાબાદ અને દિલ્હીમાં પાઈલટ થશે. આ એપ આ ઉનાળામાં ભારતભરમાં તથા આ વર્ષના અંતભાગમાં શરૂ થશે.

 • એન્ડ્રોઈડ મોબાઈલમાં ઓછી સ્પેસ વાપરતી ઉબેર લાઈટ એપનું લોન્ચિંગ/ Uber Lite: Less Space Used Android App Launched
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • એન્ડ્રોઈડ મોબાઈલમાં ઓછી સ્પેસ વાપરતી ઉબેર લાઈટ એપનું લોન્ચિંગ/ Uber Lite: Less Space Used Android App Launched
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ