Home » Business » Industry » Tata Motors puts behind Honda cars in sales with 22% growth led by Tiago and Nexon

ટાટા મોટર્સે FY2018માં હોન્ડાને પાછળ ધકેલી, ટિયાગો-નેક્સોને પલટી બાજી

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 11:12 AM

ટિયાગો, ટિગોર અને નેક્સોનના લીધે ટાટા મોટર્સે 22% ગ્રોથ નોંધાવીને હોન્ડા કાર્સ ઇન્ડિયાને સેલ્સમાં પાછળ રાખી દીધી છે.

  • Tata Motors puts behind Honda cars in sales with 22% growth led by Tiago and Nexon
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ટાટા મોટર્સના ત્રણ મોડલ્સ-ટિયાગો, ટિગોર અને નેક્સોનની ડિમાન્ડ વધી.

    નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2017-18 ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે મોટા ફેરફારોથી સભર રહ્યું હતું. એક બાજુ ઇન્ડસ્ટ્રીને વધેલા સેસ રેટ અને ઇમ્પોર્ટ ડ્યુટીનો સામનો કરવાનો આવ્યો જ્યારે બીજી બાજુ દેશમાં જીએસટી રીફંડ ફાઇલિંગમાં મુશ્કેલીઓના કારણે નિકાસને અસર થઇ. આ બધાની વચ્ચે ટાટા મોટર્સ માટે 2017-18 ખાસ રહ્યું હતું. તેના ત્રણ મોડલ્સ- ટિયાગો, ટિગોર અને નેક્સોનના કારણે ટાટા મોટર્સે હોન્ડા કાર્સ ઇન્ડિયાને સેલ્સમાં પાછળ રાખી દીધી છે.

    સેલ્સની રેસમાં ટાટાએ હોન્ડાને પાછળ ધકેલી


    - કંપનીઓ તરફથી જાહેર થયેલા વેચાણના આંકડા અનુસાર, ટાટા મોટર્સે નાણાકીય વર્ષ 2017-18માં હોન્ડા કાર્સ ઇન્ડિયાને પાછળ રાખી દીધી છે. ટાટા મોટર્સે 2017-18માં 1,87,321 યુનિટ વેચ્યા હતા, જે અગાઉના વર્ષે 1,53,151 યુનિટ હતા.

    - જ્યારે હોન્ડા કાર્સ ઇન્ડિયાએ 2017-18માં 1,70,026 યુનિટ વેચ્યા હતા, જે અગાઉના વર્ષે 1,57,313 યુનિટ હતા. ટાટા મોટર્સના સેલ્સમાં વાર્ષિક ધોરણે 22 ટકા ગ્રોથ નોંધાયો છે, જે સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ છે. હોન્ડાનું વેચાણ 8 ટકા વધ્યું છે.

    - ટાટા મોટર્સે કહ્યું કે ટિયાગો અને ટિગોરની વધતી માગની સાથે નેક્સોન અને હેક્સાના કારણે યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં ગ્રોથ નોંધાઇ છે. પેસેન્જર કાર સેગમેન્ટમાં 4 ટકા ઘટાડો આવ્યો છે જ્યારે યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં 223 ટકા ગ્રોથ થયો છે. જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં કસ્ટમર બેઝ વધી રહ્યો છે.

    મારુતિ સુઝુકીનો દબદબો યથાવત


    દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2017-18માં ડોમેસ્ટિક માર્કેટમાં 16,53,500 કરોડ યુનિટ્સ વેચ્યા જે ગયા વર્ષમાં 14,44,541 યુનિટ હતા. આમ તેના વેચાણમાં 13.8 ટકા વાર્ષિક વૃદ્ધિ થઇ છે.

    કંપનીના માર્ચ 2018માં વેચાણ 14.9 ટકા વધીને 1,60,598 યુનિટ થયું હતું, જે અગાઉના વર્ષે માર્ચમાં 1,39,763 હતું. આ દરમિયાન કંપનીની નિકાસ 2.1 ટકા વધીને 12,016 યુનિટ થયું હતું. મારુતિનું સ્થાનિક વેચાણ 16.1 ટકા વધીને 1,48,582 થઇ ગયું, જે ગયા વર્ષે માર્ચમાં 1,27,999 હતું.

    કંપની 2017-18 2016-17 ફેરફાર
    મારુતિ સુઝુકી 16,53,500 14,43,467 13.8 ટકા
    હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા 5,36,241 5,09,707 5.2 ટકા
    ટાટા મોટર્સ 1,87,321 1,53,151 22 ટકા
    હોન્ડા કાર્સ ઇન્ડિયા 1,70,026 1,57,313 8 ટકા

    (ડોમેસ્ટિક માર્કેટમાં પેસેન્જર કાર્સનું વેચાણ)

    હ્યુન્ડાઇ મોટર્સના વેચાણમાં પણ વૃદ્ધિ


    દેશની બીજી સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઇ મોટર્સે આખા નાણાકીય વર્ષ 2017-18માં 5,36,241 યુનિટનું વેચાણ કર્યું હતું, જે અગાઉના વર્ષમાં વેચાયેલા 5,09,707 યુનિટથી 5.2 ટકા વધુ છે. કંપનીનું ડોમેસ્ટિક વેચાણ માર્ચ માસમાં 7.3 ટકા વધીને 48,009 યુનિટ થયું હતું.

  • Tata Motors puts behind Honda cars in sales with 22% growth led by Tiago and Nexon
    મારુતિ સુઝુકી 13.8 ટકા સેલ્સ ગ્રોથ સાથે ટોપ પર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ