પેટ્રોલમાં 35-ડીઝલમાં 24 પૈસાનો ધરખમ વધારો, મુંબઈમાં પેટ્રોલ લીટરદીઠ રૂ. 89.01ના રેકોર્ડ સ્તરે

દિલ્હીમાં પેટ્રોલમાં 35 પૈસાનો વધારો થઇને ભાવ 81.63 રૂપિયા/લીટર પહોંચ્યો છે

divyabhaskar.com | Updated - Sep 15, 2018, 10:07 AM
પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત ધર
પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત ધર

નવી દિલ્હી: શનિવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલમાં 35 પૈસાનો વધારો થઇને ભાવ 81.63 રૂપિયા/લીટર પહોંચ્યો છે, જ્યારે ડીઝલ 24 પૈસાના વધારા સાથે 73.54 રૂપિયા/લીટરના સ્તરે પહોંચ્યું છે. મુંબઈમાં પણ પેટ્રોલ 35 પૈસાના વધારા સાથે 89.01 રૂપિયા/લીટરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું જ્યારે ડીઝલનો ભાવ 25 પૈસાના વધારા સાથે 78.07 રૂપિયા/લીટર પર પહોંચ્યો છે.

શુક્રવારે પણ ભાવોમાં થયો હતો વધારો

- દિલ્હીમાં ગઇકાલે એટલે કે શુક્રવારે પણ પેટ્રોલનો લીટર દીઠ ભાવ રૂ. 81.28 અને મુંબઈમાં 88.67 રૂપિયા થયો હતો. શુક્રવારે બંને શહેરોમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ડોલરની સરખામણીએ રૂપિયાની નબળાઈના કારણે તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)એ પણ ઈંધણના ભાવમાં હજુ વધારો થવાનો અંદાજ રજૂ કર્યો છે.

- ક્રૂડની બેરલ દીઠ કિંમત 80 ડોલરની આસપાસ છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)નું કહેવું છે કે, ઈરાન અને વેનેઝુએલાથી તેલની ખપત પૂરી થતી ન હોવાથી ક્રૂડ ઓઈલની કિંમત હજુ વધવાની શક્યતા છે.

X
પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત ધરપેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત ધર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App