ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Business » Industry» મારુતિની નવી Swiftએ અલ્ટો પાછળ ધકેલી, ડીઝાયર ફરી નંબર 1 સેલિંગ કાર | મારુતિની નવી Swiftએ અલ્ટો પાછળ ધકેલી, ડીઝાયર ફરી નંબર 1 સેલિંગ કાર

    મારુતિની નવી Swiftએ અલ્ટોને પાછળ ધકેલી, ડીઝાયર ફરી નંબર 1 સેલિંગ કાર

    moneybhaskar.com | Last Modified - May 14, 2018, 05:15 PM IST

    એપ્રિલ 2018માં નવી સ્વિફ્ટના 22,776 યુનિટ્સ વેચાયા, જ્યારે અલ્ટોના 21,233 યુનિટ્સ વેચાયા.
    • ફેબ્રુઆરી 2018માં લોન્ચ થયેલી નવી સ્વિફ્ટના વેચાણમાં ઝડપી વધારો. ફાઇલ ફોટો
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફેબ્રુઆરી 2018માં લોન્ચ થયેલી નવી સ્વિફ્ટના વેચાણમાં ઝડપી વધારો. ફાઇલ ફોટો

      નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ પોતાના હેચબેક પોર્ટફોલિયોને બૂસ્ટ આપવા માટે ફેબ્રુઆરી 2018માં એકદમ નવી સ્વિફ્ટ લોન્ચ કરી હતી. લોન્ચ થયાની સાથે મારુતિ સ્વિફ્ટ ફરીવાર માર્કેટમાં કબજો જમાવવા લાગી છે. એટલું જ નહિ, સેલ્સના મામલે મારુતિ સ્વિફ્ટે બેસ્ટ સેલિંગ કાર અલ્ટોને પણ પાછળ રાખી દીધી હતી. જ્યારે કંપનીની કોમ્પેક્ટ સેડાન ડીઝાયર એપ્રિલમાં ફરી એકવાર નંબર વન સેલિંગ કાર બની ગઇ.

      નવી સ્વિફ્ટ નિકળી ગઇ આગળ

      મારુતિ સુઝુકી ઇન્ડિયાએ એપ્રિલ 2018માં નવી સ્વિફ્ટના 22,776 યુનિટ્સ વેચ્યા છે. જ્યારે એક મહિના પહેલા આ આંકડો 19,207 યુનિટ હતો. જોકે, વાર્ષિક ધોરણે સ્વિફ્ટના સેલ્સમાં 4 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે કંપનીએ આ દરમિયાન અલ્ટોના 21,233 યુનિટ્સ વેચ્યા છે. તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 5.8 ટકા ઘટાડો નોંધાયો છે. જાહેર થયેલા આંકડા અનુસાર, જે મહિને મારુતિ સુઝુકીએ નવી સ્વિફ્ટ લોન્ચ કરી હતી ત્યારે તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 40.3 ટકાનો વધારો થયો હતો.

      મારુતિ સુઝુકી ડીઝાયર બની નંબર 1

      મારુતિ સુઝુકીની કોમ્પેક્ટ સેડાન ડીઝાયર ફરી એકવાર નંબર વન સેલિંગ કાર બની છે. એપ્રિલ 2018માં મારુતિએ ડીઝાયરના 25,935 યુનિટ્સ વેચ્યા હતા. જ્યારે ગયા મહિને તેનું વેચાણ 22,195 યુનિટ હતું. જો વાર્ષિક ધોરણે જોઇએ તો તેના વેચાણમાં 194.8 ટકાનો વધારો નોંધાયો હતો.

      બલેનો અને વેગન આર પણ સામેલ

      એપ્રિલ 2019ની ટોપ સેલિંગ કારોમાં બલેનો અને વેગનઆરના પણ નામ સામેલ છે. મારુતિ સુઝુકીએ પોતાની પ્રીમિયમ હેચબેક કાર બલેનોના 20,412 યુનિટ વેચ્યા છે. તેનું વાર્ષિક વેચાણ 16.4 ટકા નોંધાયું છે. તે ઉપરાંત કંપનીની બીજી કાર વેગન આર 16,561 યુનિટના વેચાણ સાથે લિસ્ટમાં 5મા સ્થાન પર છે. વેગનઆરના વેચાણમાં વાર્ષિક આધાર પર 1.3 ટકા ગ્રોથ નોંધાયો છે.

      મારુતિ સુઝીકીની આ 5 કારો ઉપરાંત અન્ય બે કારો પણ ટોપ 10 સેલિંગમાં આવે છે. તેમાં કોમ્પેક્ટ એસયુવી વિટારા બ્રેઝા અને સેલેરિયોના નામ છે. કંપનીએ વિટારા બ્રેઝાના 10,818 યુનિટ અને સેલેરિયોના 9,631 યુનિટ વેચ્યા છે.

      હ્યુન્ડાઇની 3 કારોનો ટોપ 10માં સમાવેશ

      આ લિસ્ટમાં હ્યુન્ડાઇની 3 કારો- એલિટ આઇ20 (12,369 યુનિટ), ગ્રાન્ડ આઇ10 (12,174 યુનિટ) અને ક્રેટા (9,390 યુનિટ) છે. હ્યુન્ડાઇનો માર્કેટ હિસ્સો 15.87 ટકા પર પહોંચ્યો છે.

    • ડીઝાયર એપ્રિલમાં 25,935 યુનિટ્સના વેચાણ સાથે નંબર 1 બેસ્ટ સેલિંગ કાર બની.. ફાઇલ ફોટો
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડીઝાયર એપ્રિલમાં 25,935 યુનિટ્સના વેચાણ સાથે નંબર 1 બેસ્ટ સેલિંગ કાર બની.. ફાઇલ ફોટો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Industry Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મારુતિની નવી Swiftએ અલ્ટો પાછળ ધકેલી, ડીઝાયર ફરી નંબર 1 સેલિંગ કાર | મારુતિની નવી Swiftએ અલ્ટો પાછળ ધકેલી, ડીઝાયર ફરી નંબર 1 સેલિંગ કાર
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Business

    Trending

    X
    Top