Divya Bhaskar

Home » Business » Industry » manufacturing growth in March slowed to lowest in five months at 51

માર્ચમાં ફેક્ટરી ગ્રોથ 5 માસના તળિયે, ઓછા બિઝનેસ ઓર્ડર્સ, ઓછી ભરતી મુખ્ય કારણો

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 04:35 PM

આ ઘટાડો બિઝનેસ ઓર્ડર્સમાં ધીમી વૃદ્ધિ અને કંપનીઓ તરફથી ઓછા લોકોને નિયુક્ત કરવાના કારણે આવ્યો છે.

  • manufacturing growth in March slowed to lowest in five months at 51

    નવી દિલ્હીઃ ભારતમાં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ માર્ચમાં પાંચ માસ અગાઉના નીચા સ્તરે પહોંચી ગઇ છે. નિક્કેઇ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેજિંગ મેનેજર ઇન્ડેક્સ (પીએમઆઇ)માં કહેવામાં આવ્યું છે કે આ ઘટાડો બિઝનેસ ઓર્ડર્સમાં ધીમી વૃદ્ધિ અને કંપનીઓ તરફથી ઓછા લોકોને નિયુક્ત કરવાના કારણે આવ્યો છે. માર્ચમાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ઘટીને 51.0 થયો છે, જે પાંચ માસમાં સૌથી નીચો છે. ફેબ્રુઆરીમાં આ આંકડો 52.1 હતો.

    પીએમઆઇ સરવેમાં એ જોવા મળ્યું છે કે ઓક્ટોબર પછીથી ઓપરેટિંગ કન્ડિશનમાં સુધારો ઘણો ધીમો રહ્યો છે. જોકે, તે સતત આઠમો મહિનો છે કે જ્યારે ઇન્ડેક્સ 50 માર્કથી ઉપર છે. પીએમઆઇ જો 50ની ઉપર હોય તો તેનો અર્થ એ કે વધારો થઇ રહ્યો છે અને જો 50ની નીચે હોય તો તેમાં ઘટાડો ગણાય છે.

    રીપોર્ટમાં શું છે?


    આઇએચએસ માર્કિટના ઇકોનોમિસ્ટ અને લેખક આશના ડોઢિયાએ કહ્યું કે ભારતનો મેન્યુફેક્ચરિંગ સેક્ટર સતત વધી તો રહ્યું છે પરંતુ ઓક્ટોબર પછી સૌથી ધીમી ગતિએ વધી રહ્યું છે. આ એ વાતનો સંકેત આપે છે કે નવો બિઝનેસ નબળો છે અને આઠ માસમાં પ્રથમવાર ઘટાડો આવ્યો છે.


    - ડેઢિયાએ કહ્યું કે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાએ વધારેલી ટેરિફની અસર ભારતને બહુ ઓછી થઇ શકે છે, કેમકે અમેરિકામાં આ બંને મેટલ્સમાં ભારતની કુલ એક્સપોર્ટ 0.4 ટકાથી પણ ઓછી છે. પરંતુ નોંધપાત્ર બાબત એ છે કે આઠ માસમાં પ્રથમવાર કંપનીઓએ પેરોલ નંબર્સ ઘટાડ્યા છે. તેમણે કહ્યું કે પીએમઆઇ એમ્પ્લોઇમેન્ટ ડેટા લેબર માર્કેટમાં સાવધાનીનો સંકેત આપે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending