• Home
  • Business
  • Industry
  • આ ઓશિકાને ઘરની આસપાસ બાળકોને ગિફ્ટ કર્યા | She made little bags that were in various patterns known as Wuvit

ઘરમાં વેરવિખેર સામાનથી આવ્યો આઇડિયા, 2 મહિનામાં બની ગઇ કરોડપતિ

સફળતાનો આઇડિયા વ્યક્તિને ક્યાંય પણ અને ગમે તે સમયે મળી શકે છે

divyabhaskar.com | Updated - Jun 15, 2018, 05:26 PM
કિમ લેવાઇન્સ (ફાઇલ)
કિમ લેવાઇન્સ (ફાઇલ)

બિઝનેસ ડેસ્કઃ સફળતાનો આઇડિયા વ્યક્તિને ક્યાંય પણ અને ગમે તે સમયે મળી શકે છે. જરૂર હોય છે માત્ર પોતાના આઇડિયા પર ભરોસો કરવા અને તેને અમલમાં લાવવાની. અહીં જાણો, એવી કરોડપતિ મહિલા વિશે જણાવી રહ્યા છીએ, જેને પ્રોડક્ટનો આઇડિયા એવા સમયે આવ્યો જ્યારે તેણે ઘરમાં વિખરાયેલી વસ્તુઓને એકસાથે રાખીને જોઇ. શરૂઆતમાં તેણે આ પ્રોડક્ટ લોકોને ગિફ્ટ કરવા માટે બનાવ્યો. જો કે, પતિની જોબ છૂટી જવાના કારણે તેણે આ પ્રોડક્ટને એક બિઝનેસમાં બદલવાનો વિચાર કર્યો. આ વિચાર એટલો ખાસ હતો કે પ્રોડક્ટ માર્કેટમાં મુક્યા બાદ 2 મહિનામાં જ તે કરોડપતિ બની ગઇ.


શું છે સ્ટોરી?


- અમેરિકામાં રહેતી કિમ લેવાઇન્સ વર્ષ 2000 સુધી એક સામાન્ય ઘરેલૂ મહિલા હતી, જેનો સિલાઇકામ કરવાનો શોખ હતો. કિમના ઘરમાં અનેક પાલતૂ જાનવર હતા જેને તેના પતિ ઘણીવાર મકાઇના દાણા ખવરાવતા હતા.
- એક દિવસ કિમના પતિએ મકાઇનું પેકેટ સિલાઇ મશીનની બાજુમાં મુકી દીધું. આ જોઇને કિમને આઇડિયા આવ્યો કે, એવું ઓશિકું બનાવવામાં આવે જેમાં મકાઇના દાણા ભરેલા હોય. તેને માઇક્રોવેવમાં રાખીને ગરમ કરી શકાય જેથી ગરમી મળી શકે.
- આ સાથે જ સામે આવ્યું વ્યૂવિટ જેને કિમે આવનારા સમયમાં સ્પા થેરાપીના તકિયાની માફક પ્રખ્યાત કરી દીધું.


કેવી રીતે મળી સફળતા


- કિમે પહેલાં આ ઓશિકાને ઘરની આસપાસ બાળકોને ગિફ્ટ કર્યા. એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં કિમે જણાવ્યું કે, ઓશિકું આપવાની સાથે જ લોકો તેઓના ઘરે આવવા લાગ્યા.
- પાડોશીઓએ કહ્યું કે, તેમના બાળકો આ તકિયાની સાથે ખૂબ જ આરામથી સૂઇ શકે છે. આ લોકો તકિયાની કિંમત પણ આપવા માટે તૈયાર હતા.
- આ રિસ્પોન્સને જોઇને કિમે આ આઇડિયાને આગળ વધારવાનો નિર્ણય કર્યો, શરૂઆતમાં કિમે નાના સ્ટોલ લગાવીને વેચાણ શરૂ કર્યુ. સારો રિસ્પોન્સ જોઇને કિમે એક મોટાં મોલનો સંપર્ક કર્યો.
- એક સ્ટોર ચેઇને આ તકિયાના પોટેન્શિયલને ઓળખીને પોતાના સ્ટોરમાં તેને રાખવાની પરવાનગી આપી.
- કિમને પણ આ તકિયાની સફળતાનો અહેસાસ હતો તેથી જ તે પહેલેથી જ મોટાં પાયે પ્રોડક્શન માટે સહયોગીઓની શોધ કરી ચૂકી હતી. એવામાં ડીલ થયા બાદ થોડાં સમયમાં જ વ્યૂવિટ મોલમાં વેચાવા લાગ્યા.
- કિમ લેવિન્સની સાઇટ અનુસાર, માર્કેટમાં આવવાના પહેલાં 2 મહિનામાં જ સેલ્સ 2.25 લાખ ડૉલરને પાર કરી ગઇ. તે સમયના હિસાબે આ રકમ 1 કરોડ રૂપિયાથી પણ વધારે હતી.


કેવી રીતે બનાવ્યું ટોચના કારોબારીઓમાં સ્થાન


- કિમનો આ પ્રોડક્ટ ખૂબ જ સાધારણ હતો, એવામાં વ્યૂવિટની સફળતાને દરેક જગ્યાએ કોપી કરવામાં આવી. જેને જોઇને કિમે પોતાના પ્રોડક્ટ્સને ડિઝાઇનર પ્રોડક્ટમાં બદલી નાખ્યો.
- તેણે ક્વોલિટીમાં પણ અનેક ફેરફાર કર્યો, જેમાં બાળકો માટે ખાસ રેન્જ સામેલ હતી. વળી, આ પ્રોડક્ટના પ્રમોશનમાં હેલ્થ સાથે જોડાયેલા બેનિફિટ્સને હાઇલાઇટ કર્યા.
- આ પ્રોડક્ટ પોતાના સેગ્મેન્ટમાં લીડર બની ગયો, સાથે તેની પ્રાઇઝ એવી રીતે રાખવામાં આવી કે આજે આ પિલો ગિફ્ટ કરવામાં આવતા ટોપ આઇટમ્સમાં સામેલ છે.
- હાલ વ્યૂવિટનો કારોબાર કરોડો ડોલરનો પ્રોડક્ટ બની ગયો છે.

X
કિમ લેવાઇન્સ (ફાઇલ)કિમ લેવાઇન્સ (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App