ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Industry» International Milk Day: દૂધ ઉત્પાદનમાં ભારત નંબર 1, વિશ્વથી ત્રણગણો ઝડપી વાર્ષિક દર | India is number 1 in milk production with 165 million tone annul in 2016-17

  International Milk Day: દૂધ ઉત્પાદનમાં ભારત નંબર 1, વિશ્વથી ત્રણગણો ઝડપી વાર્ષિક દર

  moneybhaskar.com | Last Modified - Jun 01, 2018, 06:45 AM IST

  ભારત છેલ્લા 20 વર્ષથી દુનિયાનો સૌથી મોટો ઉત્પાદક દેશ બનેલો છે.
  • ગુજરાતમાં 2016-17માં 12.7 મિલિયન ટન દૂધ ઉત્પાદન થયું હતું.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુજરાતમાં 2016-17માં 12.7 મિલિયન ટન દૂધ ઉત્પાદન થયું હતું.

   નવી દિલ્હીઃ લગભગ 165 મિલિયન ટન વાર્ષિક દૂધ ઉત્પાદન સાથે ભારત આજે પણ વિશ્વમાં નંબર વન છે. સમગ્ર વિશ્વમાં 1 જૂનને વર્લ્ડ મિલ્ક ડે તરીકે ઊજવવામાં આવે છે. ભારતે છેલ્લા એક દાયકામાં જોરદાર પ્રગતિ કરી છે.

   દૂધ ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે ભારત પછી અમેરિકા (107.5 મિલિયન ટન) અને તે પછી ચીન (36.5 મિલિયન ટન)નો નંબર આવે છે. યુરોપીયન યુનિયનના બધા દેશો જેટલું દૂધ ઉત્પાદન કરે છે તેટલું ભારત એકલું દૂધ પેદા કરે છે. એક ગણતરી અનુસાર, દૂધનો દર પાંચમો ગ્લાસ ભારતમાં ઉત્પાદિત થાય છે.

   ગુજરાતમાં 2016-17માં 12.7 મિલિયન ટન દૂધ ઉત્પાદન

   એનડીડીબીના આંકડા અનુસાર, ભારતમાં 2016-17માં દૂધનું વાર્ષિક ઉત્પાદન 165 મિલિયન ટન થયું હતું. ગુજરાતમાં 12.7 મિલિયન ટન દૂધ ઉત્પાદન થયું હતું. ગુજરાતમાં 2010-11માં 9.3 મિલિયન ટન અને 2001-02માં 5.8 મિલિયન ટન વાર્ષિક દૂધ ઉત્પાદન થયું હતું.

   વિશ્વ કરતા ભારતનું ત્રણગણી ઝડપી ગતિથી ઉત્પાદન

   ભારતના દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિની ગતિ વિશ્વની સરેરાશ ગતિથી ત્રણ ગણી વધારે છે. જ્યાં વિશ્વમાં દૂધ ઉત્પાદનનો સરેરાશ વૃદ્ધિ દર 2.1 ટકા છે ત્યાં ભારતનો દૂધ ઉત્પાદનનો વાર્ષિક વૃદ્ધિ દર 6.3 ટકા છે. વર્ષ 1990-91માં ભારતમાં માત્ર 53.9 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થતું હતું, જે વધીને 2016017માં 165.4 મિલિયન ટન થઇ ગયું. વર્ષ 1990-91માં પ્રતિ વ્યક્તિ દૂધ ઉપલબ્ધતા 176 ગ્રામ હતી તે 2014-15માં વધીને 322 ગ્રામ અને 2016-17માં 355 ગ્રામ થઇ છે. આ બાબતમાં વિશ્વ સરેરાશ 294 ગ્રામ (વર્ષ 2013) છે.

   ઉત્પાદકોની આવક વધી

   -ઉત્પાદન વધવાની સાથે ઉત્પાદકોની આવક પણ વધી રહી છે. પશુપાલન ડેરી અને મત્સ્યપાલન વિભાગના જણાવ્યા અનુસાર, દૂધ ઉત્પાદકની આવકમાં 2011-12થી 2014-17 વત્તે 23.77 ટકાનો વધારો થયો છે.
   -દૂધ સહકારી મંડળીઓએ છેલ્લા 15 વર્ષમાં ઉત્પાદિત થયેલા દૂધના પાંચમા હિસ્સાને પારંપરિક અને મૂલ્ય વર્ધિત ઉત્પાદનોમાં પરિવર્તિત કરી દીધો છે અને તેના કારણે તેમની આવકમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. 2021-22 સુધી આ રીતના ઉત્પાદિત ચીજોનો બજાર હિસ્સો વધીને 30 ટકા થવાની સંભાવના છે.
   - કૃષિ પ્રધાન રાધા મોહિન સિંહે તાજેતરમાં કરનાલમાં સ્થિત રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થાનના 16મા દીક્ષાંત સમારોહમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં દૂધનું ઉત્પાદન 20 ટકા જેટલું વધ્યું છે. ભારત છેલ્લા 20 વર્ષથી દુનિયાનો સૌથી મોટો ઉત્પાદક દેશ બનેલો છે.

   ગોકુલ મિશનની શરૂઆત

   સરકારે દેશી નસ્લોના સંરક્ષણ અને સંવર્ધન માટે 28 જુલાઇ 2014ના દિવસે રાષ્ટ્રીય ગોકુલ મિશનનો પ્રારંભ કર્યો હતો. આ યોજના અનુસાર, 31 માર્ચ 2018 સુધીમાં રાજ્યોમાં રૂ.546.15 કરોડ સુધીની રકમ મોકલવામાં આવી છે.

   આ ઉપરાંત 2016માં સરકારે ગાયના દૂધ ઉત્પાદનમાં સુધારો કરવાની મોટી પહેલ શરૂ કરી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી પાસેથી મળેલી જાણકારી અનુસાર, આ પ્રોજેક્ટ હેઠળ ઓછામાં ઓછી 40 સ્થાનિક નસ્લ પર અભ્યાસ કરાશે.

  • દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ બતાવતો ગ્રાફ, સ્રોતઃ પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન વિભાગ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ બતાવતો ગ્રાફ, સ્રોતઃ પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન વિભાગ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Industry Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: International Milk Day: દૂધ ઉત્પાદનમાં ભારત નંબર 1, વિશ્વથી ત્રણગણો ઝડપી વાર્ષિક દર | India is number 1 in milk production with 165 million tone annul in 2016-17
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `