ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Industry» Hyundai ક્રેટા બની કંપનીની સૌથી વધુ વેચાતી કાર, ગ્રાન્ડ i10 અને i20 રહી પાછળ | Hyundai Creta is ahead in sales with 11,004 units in May 2018 than i10 and i20

  ક્રેટા બની Hyundaiની સૌથી વધુ વેચાતી કાર, ગ્રાન્ડ i10 અને i20 રહી પાછળ

  moneybhaskar.com | Last Modified - Jun 09, 2018, 03:57 PM IST

  હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાની સ્પોર્ટસ યુટિલિટી વ્હીકલ (એસયુવી) ક્રેટા તેની સૌથી વધારે વેચાણ ધરાવતી કાર બની ગઇ છે.
  • ક્રેટા બની Hyundaiની સૌથી વધુ વેચાતી કાર, ગ્રાન્ડ i10 અને i20 રહી પાછળ
   ક્રેટા બની Hyundaiની સૌથી વધુ વેચાતી કાર, ગ્રાન્ડ i10 અને i20 રહી પાછળ

   નવી દિલ્હીઃ દેશની બીજા નંબરની સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાની સ્પોર્ટસ યુટિલિટી વ્હીકલ (એસયુવી) ક્રેટા તેની સૌથી વધારે વેચાણ ધરાવતી કાર બની ગઇ છે. મે 2018માં હ્યુન્ડાઇ ક્રેટાએ પોતાની જ કંપનીની પોપ્યુલર હેચબેક કારો ગ્રાન્ડ i10 અને ગ્રાન્ડ i20ને સેલ્સના મોરચે પાછળ રાખી દીધી છે. હ્યુન્ડાઇએ આ મહિનામાં 11,004 યુનિટ્સ વેચ્યા છે.

   ક્રેટા અને વેર્નાએ વધાર્યું હ્યુન્ડાઇનું વેચાણ


   હ્યુન્ડાઇ મોટરે મે 2018માં ક્રેટાના 11,004 યુનિટ્સ વેચ્યા છે જે વાર્ષિક ધોરણે 31 ટકા વધુ છે. ગયા વર્ષમાં સમાન ગાળામાં હ્યુન્ડાઇએ ક્રેટાના 8,377 યુનિટ વેચ્યા હતા. ક્રેટા ઉપરાંત સેડાન સેગમેન્ટમાં વેર્નાનું વેચાણ 3,801 યુનિટ રહ્યું હતું. ગયા વર્ષે વેર્નાને બેઝ ઓછો હતો અને તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 575 ટકાનો ગ્રોથ નોંધાયો છે. આ બંને કારોએ કંપનીના વેચાણને સંભાળ્યું છે.

   આઇ10નું વેચાણ ઘટ્યું, આઇ20નું વેચાણ ફ્લેટ


   મેમાં ગ્રાન્ડ i10 અને એલિટ i20ના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. આઇ10નું સેલ્સ 10,939 યુનિટ રહ્યું છે. તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 15.8 ટકા ઘટાડો નોંધાયો છે. કંપનીએ ગયા વર્ષની સમાન અવધિમાં આઇ10ના 12,984 યુનિટ વેચ્યા હતા. જ્યારે એલિટ i20નું વેચાણ 10,664 યુનિટ રહ્યું છે, જે એક વર્ષ પહેલા 10,667 યુનિટ હતું.

   નવી ક્રેટાનું 10 દિવસમાં 14,366 યુનિટનું બુકિંગ


   હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ હમણાં જ નવી 2018 ક્રેટા લોન્ચ કરી હતી. લોન્ચના 10 દિવસની અંદર જ નવી ક્રેટા પોતાના જ માઇલસ્ટોનને તોડવાની તૈયારીમાં છે. ક્રેટાએ 10 જ દિવસમાં 14,366 બુકિંગ નોંધાવી દીધા છે. તે ઉપરાંત નવી 2018 ક્રેટા માટે 70 હજાર લોકોએ ઇન્ક્વાયરી કરી છે.

   હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના એમડી અને સીઇઓ વાય કે ક્રુએ કહ્યું કે, અમે નવી 2018 ક્રેટાને મળેલા સારા રીસ્પોન્સ માટે ગ્રાહકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. મોડર્ન પ્રીમિયમ બ્રાંડ હોવાના કારણે અમે નવી ક્રેટાના રૂપમાં શાનદાર અનુભવ આપવાની કોશિશ કરી છે.

   આગળ વાંચો....હ્યુન્ડાઇ મોટર્સનું વેચાણ 11.44 ટકા વધ્યું

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Industry Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Hyundai ક્રેટા બની કંપનીની સૌથી વધુ વેચાતી કાર, ગ્રાન્ડ i10 અને i20 રહી પાછળ | Hyundai Creta is ahead in sales with 11,004 units in May 2018 than i10 and i20
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `