Home » Business » Industry » હોન્ડાની નવી Amaze લોન્ચ, હ્યુન્ડાઇ એસન્ટ, મારુતિ ડીઝાયર સામે થશે મુકાબલો | Honda launches new Amaze 2018 in India with Rs.5.59 starting price

હોન્ડાની નવી Amaze લોન્ચ, હ્યુન્ડાઇ એસન્ટ, મારુતિ ડીઝાયર સામે થશે મુકાબલો

Divyabhaskar.com | Updated - May 16, 2018, 04:50 PM

કંપનીએ તેને પેટ્રોલ અને ડીઝલ એમ બે એન્જિન ઓપ્શન્સ સાથે રજૂ કરી છે.

  • હોન્ડાની નવી Amaze લોન્ચ, હ્યુન્ડાઇ એસન્ટ, મારુતિ ડીઝાયર સામે થશે મુકાબલો | Honda launches new Amaze 2018 in India with Rs.5.59 starting price
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    હોન્ડા અમેઝમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે.

    નવી દિલ્હીઃ હોન્ડાએ પોતાની નવી સબ 4 મીટર સેડાન 2018 અમેઝને ભારતમાં લોન્ચ કરી છે. કંપનીએ તેને પેટ્રોલ અને ડીઝલ એમ બે એન્જિન ઓપ્શન્સ સાથે રજૂ કરી છે. નવી 2018 અમેઝની કિંમત રૂ.5.5 લાખથી રૂ.7.57 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. હોન્ડા અમેઝમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. અમેઝ પેટ્રોલ ઓટોમેટિક મોડેલની કિંમત રૂ.7.39 લાખથી રૂ.7.99 લાખ છે. તેને પહેલીવાર ડીઝલ ઓટોમેટિકમાં રજૂ કરવામાં આવી છે અને તેની કિંમત રૂ.8.39 લાખથી રૂ.8.99 લાખ છે.

    એન્જિન સ્પેશિફિકેશન


    - હોન્ડા અમેઝના પેટ્રોલ વેરિયન્ટમાં 1.2 લીટર, 4 સીલિન્ડર એન્જિન છે જે 89 બીએચપી પાવર અને 110 એનએમ ટોર્કને જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.
    - આ એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ કે 7 સ્ટેપ સીવીટી ઓટોમેટિક સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
    - સીવીટીમાં પેડલ શિફ્ટર્સ છે જે આ સેગમેન્ટમાં પહેલીવાર કોઇ કારમાં જોવા મળ્યા છે.
    - કંપનીનો દાવો છે કે પેટ્રોલ મેન્યુઅલ 19.5 કિલોમીટર પ્રતિ લીટર અને સીવીટી 19 કિલોમીટર પ્રતિ લીટર માઇલેજ આપશે.

    3 વર્ષમાં લોન્ચ કરશે 6 નવા મોડલ્સ


    હોન્ડા કાર્સ ઇન્ડિયા પેસેન્જર વ્હીકલ્સ સેગમેન્ટમાં પોતાની પોઝિશન ફરી હાંસલ કરવા માટે પોતાની સ્ટ્રેટેજી પ્રમાણે 6 નવા મોડલ્સ લોન્ચ કરશે. હોન્ડા કાર્સ ઇન્ડિયા પ્રા. લિ.ના પ્રેસિડન્ટ અને સીઇઓ ધાકુ નાકાનિશીએ જણાવ્યું કે નવી અમેઝની સાથે જ અમે આ નાણાકીય વર્ષમાં 3 નવી પ્રોડક્ટ લોન્ચ કરીશું. જ્યારે આગામી વર્ષમાં અન્ય 3 મોડલ લોન્ચ કરવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું કે આ નાણાકીય વર્ષના બીજા છ માસિક ગાળામાં નવી સીઆર-વી સિવિક લોન્ચ કરાશે.

    આ કારો સાથે અમેઝનો મુકાબલો


    - હોન્ડા અમેઝની ટક્કર ફોક્સવેગન એમિયો, ફોર્ડ એસ્પાયર, હ્યુન્ડાઇ એસન્ટ, ટાટા ટિગોર અને મારુતિ સુઝુકી ડીઝાયર સાથે થશે.
    - નવી હોન્ડા અમેઝનું બુકિંગ અગાઉથી શરૂ થઇ ચૂક્યું છે જ્યારે તેનું પ્રોડક્શન મેમાં શરૂ થયું હતું.

  • હોન્ડાની નવી Amaze લોન્ચ, હ્યુન્ડાઇ એસન્ટ, મારુતિ ડીઝાયર સામે થશે મુકાબલો | Honda launches new Amaze 2018 in India with Rs.5.59 starting price
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • હોન્ડાની નવી Amaze લોન્ચ, હ્યુન્ડાઇ એસન્ટ, મારુતિ ડીઝાયર સામે થશે મુકાબલો | Honda launches new Amaze 2018 in India with Rs.5.59 starting price
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • હોન્ડાની નવી Amaze લોન્ચ, હ્યુન્ડાઇ એસન્ટ, મારુતિ ડીઝાયર સામે થશે મુકાબલો | Honda launches new Amaze 2018 in India with Rs.5.59 starting price
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending